પાકિસ્તાના કા યાર કેજરીવાલ કેજરીવાલ...
SadhanaWeekly.com       | ૧૪-ઓક્ટોબર-૨૦૧૬

 

ઊંઝામાં દિલ્હીના CMની ગુજરાત મુલાકાતનો વિરોધદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા શુક્રવારથી ગુજરાતના ચાર દિવસના પ્રવાસે છે.અરવિંદ કેજરીવાલનું ગુજરાતમાં આગમન થાય તે પહેલાં જ અલગ-અલગ જગ્યાએ પોસ્ટર્સ લગાવીને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે ઊંઝામાં ‘રાયતા દિલ્હી મેં ફૈલાઓ, ઊંઝા મેં તો સૌફ-જીરા કી ખુશ્બુ ફૈલી હૈ’, ‘પાકિસ્તાના કા યાર કેજરીવાલ કેજરીવાલ...દેશ કા ગદ્દાર કેજરીવાલ કેજરીવાલ...સેના કા ગુનહગાર વાપસ જાઓ...વાપસ જાઓ...’ જેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટર્સ પર રાષ્ટ્રવાદી પાટીદાર સંગઠન (RPS)નું નામ પણ લખવામાં આવ્યું છે.