વડોદરામાં લવ જેહાદ…?વાંચો
SadhanaWeekly.com       | ૧૬-ઓક્ટોબર-૨૦૧૬

 


વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા પરિવારની ધો.12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સવા મહિના પહેલાં વિધર્મી યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.  હજુ સુધી બંનેનો કોઇ પત્તો મળતો નથી. માંજલપુર પોલીસે યુવક અને સગીરાની શોધખોળ કરી છે પણ સફળતા મળી નથી.

 

મળતી માહિતી મુજબ માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરા ગત 28 ઓગસ્ટે બપોરે ઘેરથી કપડાં, એલસી તથા આઇ.ડી પ્રૂફ લઇને ઘરમાંથી કહ્યા વગર જતી રહી હોવાની જાણ થઇ હતી. તેને માંજલપુર અવધૂત ફાટક પાસે રહેતા ફૈઝલ વણકર સાથે પ્રેમસંબંધ હોવાની અગાઉ જાણ થઇ હોવાથી તેના પિતાએ ફૈઝલના ઘરે તપાસ કરી હતી. દીકરી ગુમ થવાની સાથે ફૈઝલ પણ ગુમ હતો. પોતાની દીકરી વિધર્મી યુવક સાથે ગુમ થયા બાદ સગીરાના પરિવાર દ્વારા પોતાની રીતે પણ બંનેની તપાસ શરૂ કરવામાં આવી હતી. કંઈજ ભાળ ન મળતાં આખરે માંજલપુર પોલીસ મથકે યુવક સગીરાને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ એક સામાન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા યુવકની વૈભવી લાઈફસ્ટાઈલ આંખોને આંજી દે તેવી હતી. ઉલ્લેખનિય છે કે યુવક ફેસબુકમાં 11 એકાઉન્ટ ધરાવતો હોવાનું પણ પરિવારની તપાસમાં બહાર આવ્યું હતું.

સગીરાના પિતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રીને ફસાવાઇ છે. તેનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે. અમને પુરી આશંકા છે કે આ લવ જેહાદનો કિસ્સો હોય શકે છે. (સાભાર- દિવ્ય ભાસ્કર વેબ)