ગુજરાતના મુખ્યમંત્રી હાર્દિક પટેલ?બોલો કેવું લાગ્યુ?
SadhanaWeekly.com       | ૧૭-ઓક્ટોબર-૨૦૧૬


ગુજરાતની મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગઇકાલે વાતચીતમાં કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભામાં બહુમતી લાવશે તો હાર્દિક પટેલને મુખ્ય પ્રધાનપદ માટે આમંત્રીત કરીશું.

અરવિંદ કેજરીવાલે સુરતની જાહેર સભામાં પણ હાર્દિક પટેલને ખરો દેશભકત ગણાવતાં કહયું હતું કે જો દેશને હાર્દિક જેવા ૧૦૦ યુવાનો મળી જાય તો આ દેશની સકલ બદલાઇ જાય. ગઇકાલે સવારે વડોદરાથી સુરત જવા માટે બાય રોડ રવાના થયેલા અરવિંદ કેજરીવાલે ને કહયું હતું કે, 'હાર્દિક અત્યારે કોઇ પોલીટિકલ પાર્ટી સાથે જોડાવા ન ઇચ્છતો હોય તો એ તેની ઇચ્છા, પણ જો ગુજરાતમાં અમારો પક્ષ સરકાર બનાવશે તો અમે હાર્દિકને સત્તાની જવાબદારી સોંપવા તૈયાર છીએ. એ વિશે મારે પાર્ટીના નેતાઓ સાથે પણ વાત થઇ છે અને તે સૌ પણ આ વિચાર સાથે સહમત છે.'

હાર્દિક પાસે કોઇ જાતનો અનુભવ નથી એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે અરવિંદ કેજરીવાલે હસતા-હસતાં કહયું કે, 'મેરે પાસ ભી કોઇ અનુભવ નહીં થા...