રંગ લાવી સોશિયલ મીડિયાની ઝુંબેશઃ ચીની માલ ખરીદતા લોકો અચકાય છે!
SadhanaWeekly.com       | ૧૮-ઓક્ટોબર-૨૦૧૬

 


ચીની આઇટમો વિરૂધ્ધ સોશ્યલ મીડીયામાં ચાલી રહેલી ઝુંબેશની અસર જોવા મળી રહી છે. કોન્ફેડ્રેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના જણાવ્યા પ્રમાણે રિટેઇલરો દ્વારા ચીની સામાનની માંગમાં ગત વર્ષના મુકાબલે આ વર્ષે ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. આવતા સપ્તાહથી ગ્રાહકો દિવાળીની ખરીદી શરૂ કરશે અને ત્યારે સ્થિતિ સ્પષ્ટ થશે. ચીની ફટાકડા ઉપર પહેલેથી જ પ્રતિબંધ છે અને તેની આયાત ઉપર પ્રતિબંધને કારણે ફટાકડાનું ચોરી છુપીથી વેચાણ થઇ રહ્યુ છે.  જો કે વેપારીઓનુ કહેવુ છે કે, ચીનના સામાનનો બહિષ્કારથી ચીનને કોઇ અસર નહી પડે કારણ કે ભારતના જથ્થાબંધ વેપારીઓ ત્રણ માસ અગાઉથી જ ચીનથી સામાન મંગાવી લેતા હોય છે. 

  દિલ્હીની બજારના વેપારીઓના કહેવા મુજબ ક્રિસમસ અને નવા વર્ષની સીઝન માટે ચીનથી સામાન આયાત કરતા આયાતકારો હવે સમજી વિચારીને નિર્ણય લેશે. દિવાળીના પ્રસંગ પર ચીનથી આવતા સામાનમાં મુખ્યત્વે રમકડા, ફર્નીચર, બિલ્ડીંગ હાર્ડવેર, ફટાકડા, બલ્બ, સ્ટેશનરી, ઇલેકટ્રોનીક ઉપકરણો, મોબાઇલ ફોન, કન્ઝયુમર ઇલેકટ્રોનીકસ, કિચન ઉપકરણ, ઘડીયાળ અને સજાવટનો સામાન સામેલ હોય છે.

   પાકિસ્તાનના ત્રાસવાદી સંગઠન જૈશના વડા મસુદ અઝહરને સમર્થન આપવાના વિરોધમાં ભારતમાં ચીનની વસ્તુઓનો બહિષ્કાર શરૂ થયો છે પરંતુ ચીનના મોબાઇલ ફોનના વેચાણમાં ઘટાડો નથી થયો.

 

જુલોકો નો મિજાજ જણવા વો આ લિન્ક https://youtu.be/OxWgpuKg8w8