આ ગુજરાતી પટેલના  અંતિમ સંસ્કાર માટે 1 દિવસમાં એકત્ર થયા $30,075
SadhanaWeekly.com       | ૧૯-ઓક્ટોબર-૨૦૧૬

 


 

અમેરિકાના ઓહાયોમાં ગત શુક્રવાર સાંજે કાકાને રેસ્ટોરન્ટમાં મદદ કરવા પહોંચેલા સની પટેલને અશ્વેત યુવાને  લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા  કરી દીધી હતી. સનીના મૃત્યુથી તેના પૈતૃક વતન આણંદના ડેમોલ ગામમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ, અમેરિકામાં તેના અંતિમ સંસ્કાર માટે પરિવારને મદદ માટે કરવામાં આવેલી અપીલ કર્યાના એક જ દિવસમાં $30,000થી વધુ રકમ એકત્ર થઈ છે. સોમવારે સનીના અંતિમ સંસ્કારમાં તેના મિત્રો અને ક્લાસમેટ્સે અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી.

 

 ક્વેવલેન્ડ હાઈટ્સના રહેવાસીઓએ GoFundMe એકાઉન્ટ સેટ અપ કરીને સની પટેલના અંતિમ સંસ્કાર માટે ડોનેશન  એકત્ર કરવાની મુહિમ ચાલુ કરી હતી. તેના માટે વેબસાઈટ પર $10,000 એકત્ર કરવાની અપીલ કરવામાં આવી હતી. સોમવારે અપીલને ધ્યાને લઈ $9,400 એકત્ર થયા હતા. પરંતુ એક દિવસની અંદર આ રકમ $30,000ને પાર કરી ગઈ હતી. GoFundMeના પેજ મુજબ માત્ર 1 દિવસમાં જ આ રકમ એકત્ર થઈ હતી જેમાં 870 લોકોએ ડોનેશન આપ્યું છે અને તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. GoFundMeના આ પેજને ફેસબુક પર 6,000થી વધુ લોકોએ શેર કર્યું છે.