હિન્દી-ચીની નહિ… પાકિ-ચીની ભાઇ ભાઇ…હવે જમ્મુ-કાશ્મીરમાંથી મળ્યા ચીનના ઝંડા
SadhanaWeekly.com       | ૧૯-ઓક્ટોબર-૨૦૧૬

 

 

જમ્મુ-કાશ્મીરમાં સિક્યુરિટી ફોર્સિસે મોટા સર્ચ ઓપરેશન દરમિયાન જમ્મુ કાશ્મીરના જૂના બારામુલ્લામાં આતંકવાદી કેમ્પ્સ પર રેડ પાડી  44 લોકોની ધરપકડ કરી છે. સુરક્ષા દળોને અહીંથી બોમ્બ સહિતની વિસ્ફોટક સામગ્રી, ચીન અને પાકિસ્તાનના ધ્વજ તથા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના લેટરહેડ પેડ મળ્યાં છે.  તેમની પાસેથી ચીન અને પાકિસ્તાનના ઝંડા જપ્ત થયા છે. આવું કદાચ પહેલીવાર બન્યું છે કે કાશ્મીરમાં આતંકી ઠેકાણાઓ પરથી ચીનના ઝંડા મળ્યા છે. ધરપકડ કરાયેલા લોકો પર આતંકી અને હુલ્લડખોર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની આશંકા છે. તેમની પાસેથી બોમ્બ, પાકિસ્તાનના ઝંડા અને જૈશ-એ-મોહમ્મદના લેટર પેડ પણ મળ્યા છે. ફોર્સિસે 18 ઓક્ટોબરના રોજ 12 કલાકની અંદર 700 ઘરોમાં સર્ચ ઓપરેશન કર્યું.   આર્મીના પ્રવકતાના જણાવ્યાનુસાર, ૧૭ ઓકટોબરથી બારામુલામાં એક વ્યાપક સર્ચ ઓપરેશન અંતર્ગત ૧૨ કલાકની અંદર ૭૦૦થી વધુ ઘરની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપમાં ૪૪ લોકોની ધરપકડ કરાઈ છે. સર્ચ અભિયાન દરમિયાન સુરક્ષા દળોએ શંકાસ્પદ આતંકવાદીઓના કેમ્પ્સ પર રેડ પાડી હતી.    ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના ઉરીમાં આતંકવાદીઓના હુમલા બાદ ભારતીય સૈન્યે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ સ્ટ્રાઇક બાદ આતંકવાદીઓએ હંદવાડામાં પોલીસ પોસ્ટ પર, બારમુલ્લામાં રાષ્ટ્રીય રાઇફલ્સ અને સીમા સુરક્ષા બળ પેટ્રોલિંગ કાફલા પર હુમલો કર્યો હતો. ઉપરાંત પમ્પોરની એક ખાલી બિલ્ડિંગમાં પણ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. અહીં તેમને ઠાર મારવા માટે સેનાએ ૬૦ કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું.