શાહિદ આફ્રિદીની સંગત ખોટી લાગે છે ભાઈ ! વાંચો…
SadhanaWeekly.com       | ૧૯-ઓક્ટોબર-૨૦૧૬


 

 

ક્રિકેટ જગતમાં સૌથી લાંબી સિક્સર મારનાર, સૌથી ઝડપી સદી ફટકારનાર પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને તો બધા ઓળખતા જ હશો. ટીમ પાકિસ્તાનમાં પણ તેની જો હુકમીના સિક્કા પડે છે અને હવે એક વીડિયો બહાર આવ્યો છે. જેનાથી લાગે છે કે આફ્રિદી ખોટી સંગતના  રવાડે ચડી ગયો છે.

વાત એમ છે કે એક પાકિસ્તાની ટી.વી. વાળા કેટલાક  લોકો આફ્રિદીને ટૂર પર લઈ ગયા. ગામ હતું ખૈબર.. ત્યાં રહે છે એક લાલાભાઈ. બસ આફ્રિદીને જોઈ લાલાભાઈ બંદૂક લઈ સાથે નીકળી પડ્યા અને બંદૂક પણ સામાન્ય નહીં પણ અમેરિકામાં બનેલી M-16.  પાકિસ્તાનમાં આજકાલ પક્ષીઓ કરતા ડ્રોન વધારે ઉડે છે. એટલે તેમનો એક એરિયલ શોટ પણ આ વીડિયોમાં ઝડપાઈ ગયો છે.  તમને જાણીને નવાઈ લાગશે કે આફ્રિદી જ્યાં ગયો છે તે ખૈબર વિસ્તાર તાલિબાનીઓનો ગઢ ગણાય છે. અહીં ડ્રોન દ્વારા હુમલા થવા સામાન્ય ઘટના છે. પાછો આફ્રિદી કહે છે કે આ અમેરિકા M-16 મારી પ્રિય બંદૂક છે…

જુવો