તમે તમારા ખિસ્સામાં જીવતો બોમ્બ લઈને તો નથી ફરતા ને? કેમ  ફાટે છે બેટરી ?
SadhanaWeekly.com       | ૧૯-ઓક્ટોબર-૨૦૧૬તમને યાદ હશે, ૨૦૦૭માં નોકિયાની BL-5C બેટરી ફાટવાની વાતો બહાર આવી હતી અને હવે ૧૦ વર્ષ પછી સેમસંગને પોતાનો સૌથી સારો સ્માર્ટફોન samsung galaxy note 7 બેટરી ફાટવાને કારણે પાછો ખેંચવો પડ્યો છે.
તમે ક્યારેય વિચાર્યું છે કે સ્માર્ટફોનની બેટરી ફાટે છે કેમ ? કારણ આજે પણ એ જ છે જે ૧૦ વર્ષ પહેલા હતું !
સ્માર્ટફોનના ફિચર્સ નવા નવા આવી રહ્યા છે પણ બેટરી એવીને એવી જ છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે કંપનીઓએ બેટરી માટે નવી ટેક્નોલોજી શોધવાની જ‚રૂર છે, પરંતુ હકીકત એ છે કે કંપની સુરક્ષિત નહીં પણ ઝડપથી ચાર્જ થાય તેવી અને વધારે બેકઅપ આપે તેવી બેટરી જ બનાવવાની તાલાવેલીમાં હોય છે.
લિથિયન આયનની બનેલી હોવાથી જ બેટરી ફાટે છે અને બેટરીઓ જ્યાં સુધી લિથિયમ આયનની બનતી રહેશે ત્યાં સુધી તે ફાટતી રહેશે, એટલે કે આપણે આપણા ખિસ્સામાં એક જીવતો બોમ્બ લઈને ફરી રહ્યા છીએ. ફોન ૫૦,૦૦૦ નો હોય કે ૨૦૦૦નો બેટરીનો ગમે ત્યારે ગમે તેની ફાટી શકે છે.

કેમ ફાટે છે બેટરી ?


* ખૂબ ગરમ થવાથી બેટરી ફાટે છે.
* બેટરીમાં કોઈ ખરાબી હોય તો તે ફાટી શકે છે.
* બેટરી ડેમેજ હોય તો તે ફાટી શકે છે.

બેટરી ન ફાટે તે માટે આટલું કરો !


* પોતાના સ્માર્ટફોને આખી રાત ચાર્જિંગમાં ન મૂકો.
* મોબાઈલને ચાર્જિંગમાં લગાવી તેનો ઉપયોગ કરવાનું ટાળો.
* જો સ્માર્ટફોનની બેટરી ખરાબ થઈ જાય તો સસ્તી, ડુપ્લિકેટ બેટરી ન ખરીદો. થોડી મોંઘી ભલે હોય પણ કંપનીની જ બેટરી ખરીદો.
* ચાર્જર પણ ડુપ્લિકેટ ન વાપરો. સ્માર્ટફોન સાથે આપેલું ઓરિજનલ ચાર્જર જ વાપરો.
* ચાર્જિંગ દરમિયાન મોબાઈલને ગરમ જગ્યાએ ન રાખો તે ઓવરહીટ થશે તો બેટરી ફાટવાની શક્યતા વધી જાય છે.
* ડુપ્લિકેટ નહી પણ સારું અને કંપનીનું પાવર બેન્ક વાપરો.
* મોબાઈલ વધારે ગરમ થતો હોય તો કંપનીને જાણ કરો, ફરિયાદ કરો.