જ્યારે લાઈવ રીપોટિંગ કરતી પાકિસ્તાનની મહિલા રીપોર્ટરને સુરક્ષા ગાર્ડે માર્યો થપ્પડ…જુવો વીડિયો 
SadhanaWeekly.com       | ૨૧-ઓક્ટોબર-૨૦૧૬

 

સાયમા કંવલ 

 

એક મહિલા પત્રકાર ચેનલ પર લાઈવ હતી. તેની એક ગાર્ડ સાથેઓન કેમેરા થોડી ખટપટ થઈ પછી શું થયું ? તે સિક્યુરીટી ગાર્ડે તે મહિલા પત્રકારને બધાની સામે થપ્પડ મારી દીધો અને પછી હવામાં ફાઈરિંગ કરી.

તમે વિચારતા હશો આ ક્યાં થયું ? તો આ સમાચાર પાકિસ્તાનથી આવ્યા છે. જે આપણને ન્યૂક્લિયર બોમ્બની ધમકી આપ્યા કરે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, તમે પણ જૂઓ…

પાકિસ્તાનના કરાચીમાં નેશનલ ડેટા બેસ રજિસ્ટ્રેશન ઓથોરિટી (નાદરા) ની ઓફિસ છે. અહીં લોકોને આઈડી કાર્ડ બનાવવામાં ખૂબ મૂશ્કેલી પડતી હતી. આથી સાઈમા કંવલ નામની પત્રકાર જે પાકિસ્તાનની K -21 ચેનલમાં પત્રકાર છે. તે અહીં રીપોટિંગ કરવા ગઈ હતી. બસ લાઈવ રીપોટિંગ હજુ તો તેણે ચાલુ જ કર્યું અને વાત-વાતમાં સુરક્ષા ગાર્ડે આ પત્રકારને જોરથી લાફો મારી દીધો. પછી શું થયું તમે જ જુઓ…