ભારતીય નાગરિકો ઇચ્છે તો તો ચીનને કરોડોનું નુકશાન થઇ શકે છે…કેવી રીતે…? વાંચો…
SadhanaWeekly.com       | ૨૧-ઓક્ટોબર-૨૦૧૬


 

 

ભારત ચીન પર કઈ પગલા ભરતું નથી ને ચીન છે કે ભારતને ધમકી ઉપર ધમકી આપી રહ્યું છે. ભારત કેમ ડરે છે ચીનથી ?

એના બે કારણ લાગે છે. એક તો ચીન કહે છે કે જો ભારત પાકિસ્તાનનું પાણી રોકશે તો અમે પણ (ચીન) બ્રહ્મપુત્રનું પાણી રોકશું અને પૂર્વોત્તરને રેગિસ્તાન અથવા એક સાથે પાણી છોડી પૂર્વોત્તરને પાણીમાં ડૂબાડી દઈશું. અને બીજી કે જો ભારતે પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી કરી તો ચીન પણ ભારત સામે સૈન્ય કાર્યવાહી કરશે.

હવે વાત મુદ્દાની…

  • એક અહેવાલ મૂજબ ચીન દર વર્ષે ભારતમાંથી લગભગ ૨ લાખ કરોડ રૂપિયાનો વેપાર કરે છે.
  • ચીન ભારતમાં પોતાના મોબાઈલ, રમકડા, ફટાકડા, લાઈટ, ઈલેક્ટ્રોનિક સામાન જેવી વસ્તુઓ વેચે છે. આપણા જ દેશના લાખ્ખો વેપારીઓ ચીનનો સામાન દેશમાં લાવી લોકોને પધરાવી રહ્યા છે.
  • ભારત સરકાર પણ ચીનના માલ પર પ્રતિબંધ લગાવી શકતી નથી, કેમ કે ભારત પણ (WTO) વિશ્ર્વ વેપાર સંગઠનનું સભ્ય છે અને તેના કરાર મુજબ કોઈપણ દેશ કોઈપણ દેશમાં વેપાર પર પ્રતિબંધ ન લગાવી શકે. હા તે દેશને આતંકી જાહેર કરવામાં આવે તો વાત અલગ છે.
  • હવે આવા સમયે ભારત પાસે એક જ વિકલ્પ છે કે ભારતના નાગરિકો અને વેપારીઓ ચીનના માલનો બહિષ્કાર કરે.
  • જો ભારતના નાગરિકો જ ચીની માલનો બહિષ્કાર કરે તો ચીનની હવા નીકળી જશે. એક જ મહિનામાં ચીનને 10 હજાર કરોડનું નુકસાન થશે. પછી ચીન ભારતીયોને કે ભારતને ધમકી નહીં આપે.
  • પણ આવું થવું શક્ય નથી આપણી પણ મજબૂરી છે, પણ આ સંદર્ભ પહેલ શરૂ‚થઈ છે. આ મુહિમ થોડી તો રંગ લાવી છે. આપણે શક્ય હોય તેટલું કરવું જ જોઈએ.