આ પોસ્ટ શેર કરો અને 5 સેકન્ડમાં શુભ સમાચાર મળશે ? આવી પોસ્ટથી સાવધાન…વાંચો
SadhanaWeekly.com       | ૨૫-ઓક્ટોબર-૨૦૧૬

 


તમે સાંઈબાબાના ભક્ત હોય તો એક સેકન્ડમાં આ પોસ્ટ શેર કરો, 15 મિનિટમાં શુભ સમાચાર મળશે.

એક ઈમોશનલ ફોટો મૂકી લખવામાં આવે કે આ ફોટાને કેટલી લાઈક મળે છે ચાલો જોઈએ…

સૈનિકનો લાગણી સભર ફોટો મૂકી તેમાં લખે કે સાચ્ચા હિરો-હિન્દુસ્તાનીને માટે કેટલી લાઈક ?

ફેસબૂક પર આવી તો અનેક પોસ્ટ તમે જોઈ હશે ? જોઈ શું  ? શેર – લાઈક – કોમેન્ટ પણ કરી હશે. આપણે તો ભઈ લાગણી વાળા ! પણ સાહેબ આ પોસ્ટ પાછળનું ગણિત તમને ખબર છે ? શું થાય છે ?

થાય છે એવું કે, ઈન્ટનેટની દુનિયામાં ધુરંધરો પડ્યા છે. તેમાં આવી એક પોસ્ટ બનાવે છે અને વાયરલ કરે છે. હવે આવી લાગણીશીલ પોસ્ટ વાયરલ  થઈ જાય એટલે પછી આ ધુરંધરો તેની પોસ્ટમાં સુધારો કરવા લાગે છે. ધુરંધરો આ વાયરલ પોસ્ટમાં ‘મૈલિશિયસ લિન્ક’ એડ કરી દે છે. પછી શું થાય ? જે જે લોકો એ તે લાગણીશીલ પોસ્ટ પર લાઈક – શેર – કોમેન્ટ કરી હોય તેના કોમ્પ્યૂટરમાં વાઈરસ આવી જાય. અને પછી આરામથી તે તમારા ડેટા સાથે છેડ છાડ કરી શકે છે. તેની ઉઠાનંતરી કરેઅએ શકે છે.

તમારો બધો ડેટા ચોરી કરી શકાય અને આવું ઘણું બધું થઈ શકે છે. જે તમે કલ્પના પણ નહીં કરી હોય. એટલે કોઈ ફોટો જોઈ લાગણીશીલ ન બનો, અંધ-શ્રદ્ધામાં ન પડો અને આગળ વધો. 10 – 15- 30 મિનિટમાં ચમત્કારની વાત જવાદો ભાઈ.