સમાજવાદી પાર્ટી ભ્રષ્ટાચાર, ગુંદાગર્દી, જમીન પર કબ્જો કરે છે એવું ખુદ મુલાયમ અને અખિલેશ યાદવે સ્વીકાર્યું !
SadhanaWeekly.com       | ૨૫-ઓક્ટોબર-૨૦૧૬


 

રાજનીતિમાં લાગણીશીલ થવું ઘણીવાર ભારે પડી જાય છે. લાગણીઓને લાગણીમાં સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા યાદવ પરિવાર શું-શું બોલી ગયા તે કદાચ તેમને જ ખબર નહીં હોય ! આ ભાવુકતામાં યાદવ પરિવારે પોતાના જ રાજ ખોલી નાખ્યા.. જુઓ…

  1. અખિલેશ યાદવથી આ શું બોલાઈ ગયું ?

અખિલેશથી વાત-વાતમાં બોલાઈ ગયું કે,

‘નેતાજીને મુઝસે કહા કી સીએમ બચાયેગા તો પ્રજાપતિ બચ જાએગા… મૈને ઉનસે કહા કી વો મેરી સુનતા નહીં હૈ…’

મુલાયમસિંહને પગે લાગતા ગાયત્રી પ્રજાપતિ 

અખિલેશ વાત કરી રહ્યા છે ગાયત્રી પ્રજાપતિની. જે હાલની સપા સરકારમાં ખનનમંત્રી હતા. તેનું ખનન કૌભાંડ બહાર આવ્યું. પછી શું થયું ? મુખ્યમંત્રી અખિલેશ યાદવે પ્રજાપતિને ૧૨ સપ્ટેમ્બરના રોજ કેબિનેટમાંથી કાઢી મૂક્યા. એટલે કે મંત્રીપદ છીનવી લીધું. પ્રજાપતિના આ કૌભાંડની તપાસ ઈલાહબાદ કોર્ટે સીબીઆઈ પાસે કરાવવાનો આદેશ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિલાએ આ પ્રજાપતિ પર બળાત્કારનો આરોપ પણ લગાવ્યો છે. આ બધું થવા છતાં અખિલેશ યાદવે આ ચહિતા મંત્રીને 26 સપ્ટેમ્બરે પાછા કેબિનેટમાં લઈ લીધા છે અને આ બયાન આપી દીધું કે…

‘નેતાજીને મુઝસે કહા કી સીએમ બચાયેગા તો પ્રજાપતિ બચ જાએગા… મૈને ઉનસે કહા કી વો મેરી સુનતા નહીં હૈ…’

અખિલેશે જે વાત કહી તેના પરથી એવું લાગે છે કે ખુદ મુલાયમ યાદવ પ્રજાપતિને બચાવવાનું દબાણ અખિલેશ પર કરી રહ્યા છે. પ્રશ્ર્ન એ છે કે જે માણસની વિરુદ્ધ અદાલતે તપાસનો આદેશ આપ્યો હોય તેને મુખ્યમંત્રી બચાઈ શકે ? શું અખિલેશ ખુદ ઇચ્છે છે કે આ કૌભાંડી નેતાને બચાવવામાં આવે શું મુલાયમ આ નેતાને બચાવવા તેની ભલામણ કરે છે. આ વાક્ય પરથી તો એવું જ લાગે છે.

  1. શિવપાલ યાદવે કહ્યું કે…

હવે કોઈની જમીન પર કબ્જો નહીં કરવામાં આવે, હવે ગુંડાગર્દી

અને ભ્રષ્ટાચાર નહીં થાય.

 


આનો મતલબ શું થાય ભાઈ શિવપાલ…સમાજવાદી પક્ષના નેતા શિવપાલને તો તમે જાણો જ છો.હવે આ ભાઈ એક સભામાં પોતાના પક્ષની કામગીરી ગણાવી રહ્યા હતા. સમાજવાદી પાર્ટીએ શું શું કર્યું. એ પ્રજાને સમજાવી રહ્યા હતા અને ભાવુકતામાં કહી દીધું કે હવે કોઈની જમીન પર કબ્જો નહીં કરવામાં આવે, ગુંદાગર્દી અને ભ્રષ્ટાચાર નહીં થાય.

શું પક્ષે પાંચ વર્ષની સત્તામાં આ જ કર્યું છે. પહેલા લોકોની જમીન પર પક્ષ દ્વારા કે તેના ગુંડાઓ દ્વારા કબ્જો કરી લેવાતો હતો. ગુંડાગર્દી અને ભ્રષ્ટાચાર થતો હતો. આ બધુ કોની નજર હેઠળ થઈ રહ્યું હતું ? મુલાયમસિંહ યાદવની ? તો દોષી કોણ ? અને હા એક બીજો પ્રશ્ન.. અત્યાર સુધી કોણ જમીન પર કબ્જો મેળવી રહ્યું હતું ? ગુંડાગર્દી ભ્રષ્ટાચાર કોણ કરી રહ્યું હતું ? તેના નામ તો આપો.. મુલાયમસિંહનું ન આપતા બસ !

  1. મુલામય સિંહ યાદવે કહ્યું કે,

“અમરસિંહે મને બચાવ્યો છે. જો તે ન બચાવે તો મને સાત વર્ષની જેલની સજા થઈ હોત…”

મુલાયમસિંહને અને અમર્સિંહ

મુલાયમે માની લીધું કે અમરસિંહ કોઠાકબાડાથી હું બચી ગયો. એટલે ગુનો મેં કર્યો હતો. વાત છે. આવક કરતા વધુ સંપત્તિની 2007માં વિશ્ર્વનાથ ચતુર્વેદી નામના એક માણસે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે 1979માં 79 હજાર ‚રૂપિયાની સંપત્તિ ધરાવતો સમાજવાદી પક્ષ આજે કરોડોની સંપત્તિનો માલિક કઈ રીતે બની ગયો. કોર્ટમાં કેસ થયો.

હવે આ કેસમાંથી અમરસિંહે જ મુલાયમસિંહને બહાર કાઢ્યા. એવું ખુદ નેતાજી કહે છે. અમરસિંહે આ કેવી રીતે કર્યું તે કહેવાની જરૂર ? નહીં ને ? કામ તો કર્યું જ છે અને આ વાક્ય દ્વારા તે સાબિત પણ થાય છે.

 

  1. મુલાયમસિંહ એ વળી પાછું કહ્યું કે,

“મુખ્તાર અંસારીનો પરિવાર પૂજનીય અને ઈમાનદાર છે. ઉપરાષ્ટ્રપતિએ પણ તેમના પરિવારની મુલાકાત લીધી છે.

મુખ્તાર અંસારી

મુખ્તાર અંસારી એટલે એ જ વ્યક્તિ જે રાજનીતિમાં ન ચાલી શક્યો, એટલે દાદાગીરી, ગુંડાગીરી કરવા લાગ્યો, 1988માં મુખ્તાર માર્કેટ પરિષદની ઠેકેદારી મેળવવા સચ્ચિદાનંદ રાયની હત્યા કરી હતી. આ ઉપરાંત હત્યાની અનેક ફાઈલમાં મુખ્તાર અંસારીનું નામ છે ન કરવા જેવા બે નંબરના કામમાં આ ભાઈ સૌથી આગળ છે. હત્યા કરાવે, હત્યા કરે, દારૂના અડ્ડા ચલાવે, ધમકી આપે, આ બધું આ ભાઈના નામે બોલે છે. ફાઈલો પણ તેનું નામ બોલે છે. આ ભાઈ પર હત્યા અને અપહરણા ૩૧ કેસો થયા છે.

હવે મુલાયમસિંહ યાદવ આ ભાઈના વખાણ અચાનક કેમ કરવા લાગ્યા ? શું ઉપરાષ્ટ્રપતિ જેને મળે તેને ઈમાનદાર નાગરિકનું વિરુદ્ધ મળી જાય છે ? મુલાયમ આ શું બોલી રહ્યા છે.