ઘરગથ્થુ અને અનુભૂત ગણાતું દાદીમાનું વૈદું
SadhanaWeekly.com       | ૦૮-ઓક્ટોબર-૨૦૧૬


 • કાચા ગૂમડાને પકવવા માટે ઘઉંના લોટમાં હળદર, નમક ભેળવી ગરમ કરી બનાવેલ લોપરી લગાડવાથી ગૂમડું પાકે છે.
 • ગાલપચોરીયું થયું હોય ત્યારે ચોખાના લોટની લુગદી પાણીમાં બનાવી ગાલ ઉપર લગાડવાથી દુ:ખાવામાં રાહત મળે છે અને સોજો ઉતરે છે.
 • કોકમનું શરબત બનાવી પીવાથી અમ્લપિત્ત અને શીળસમાં રાહત મળે છે.
 • દહીંમાં ખસખસ ભેળવી આપવાથી ઝાડા મટે છે.
 • ખસખસને વાટીને ગરમ દૂધમાં સાકર ઉમેરીને આપવાથી ઉંઘ સારી આવે છે.
 • પગમાં કાંટો વાગ્યો હોય ત્યારે લોખંડના તવેતા ઉપર ગોળ મૂકી ગોળ ઓગળે ત્યારે નમક ઉમેરી એકરસ થાય ત્યારે નવસેકી ગરમ લોપરી બાંધવાથી કાંટાની પીડા દૂર થાય છે.
 • ખાવાનો સોડા અને લીંબુનો રસ પાણીમાં મેળવી લેવાથી અમ્લપિત્ત મટે છે.
 • લસણ, હળદરનું ચૂર્ણ અને ગોળ સમભાગે લઈ લસોટીને ગરમ કરી મૂઢમાર ઉપર લેપ લગાડવાથી પીડા દૂર થાય છે.
 • સૂંઠ, ગોળ અને હળદરની ગોળી બનાવી ચૂસવાથી શરદી, ઉધરસ અને સ્વરભેદમાં ફાયદો થાય છે.
 • લસણની કળી છૂંદીને તેલમાં કકડાવીને તેમાં ચપટી હિંગ ઉમેરી બનાવેલ તેલ ઠરે એટલે કાનમાં નાંખવાથી કાનનો દુ:ખાવો મટે છે.
 • કાચકાને શેકીને તેના મીંજનું ચૂર્ણ મધ સાથે લેવાથી પેટશૂળ અને કૃમિ મટે છે.
 • મધમાખી કે ટાંડર કરડી હોય ત્યાં કાળી માટી ભીની કરી લેપ લગાડવાથી સોજો ઉતરે છે.
 • કાનખજૂરો કરડ્યો હોય ત્યાં કેરોસીન લગાડવાથી પીડા દૂર થાય છે.
 • હિમજને પથ્થર ઉપર પાણી સાથે ઘસીને બનાવેલ લુગદી મૂંઢિયા ગૂમડા કે ગાંઠ ઉપર લગાડવાથી ગૂમડા કે ગાંઠ બેસી જાય છે.
 • કેસૂડાના સૂકા પુષ્પોને પાણીમાં પલાળીને તેનાથી બાળકને નવડાવવાથી અળાઈ અને રતવા મટે છે.
 • લીંબુના રસમાં જાયફળ ઘસીને ચાટવાથી આફરો મટે છે.
 • અજમો અને એરંડીયુ (દીવેલ) મેળવી દરરોજ લેવાથી આમવાત મટે છે.
 • આંખમાં ચોખ્ખુ મધ આંજવાથી આંખની ગરમી બહાર નીકળે છે.