RBI ઇચ્છે છે કે 500-1000ની નોટ વિશે તમે આટલું જાણી જ લો…
SadhanaWeekly.com       | ૧૨-નવેમ્બર-૨૦૧૬

 


500-1000ની જૂની નોટ બંધ થવાથી સામાન્ય નાગરિકોના મનમાં અનેક પ્રશ્ર્નો ઊભા થયા છે. ડર પણ લાગી રહ્યો છે. તો જાણીલો થોડી માહિતી અને પછી ધો-5 નિર્ણયલો.

 

તમને પહેલો પ્રશ્ર્ન થાય કે આવી સ્કીમ કેમ ?

 તો એટલા માટે કે, દેશમાં નકલી નોટોનો ભંડાર છે. જે મારા તમારા ઘરમાં પણ છે અને ગમે ત્યારે આવી પણ શકે છે. આ નકલી નોટો બનાવટીએ એવી નોટો બનાવી છે કે સામન્ય નાગરિક તે નક્કી કરી શકતો ન હતો કે આ નકલી છે કે અસલી ? હવે આ નકલી નોટોનો ઉપયોગ દેશ વિરોધી કામો કરાવવા થઈ રહ્યો છે. ઉપરાંત બ્લેકમની છૂપાવવા પણ આ 500-1000ની નોટનો જ ઉપયોગ થઈ રહ્યો છે. માટે આવી નકલી નોટોનો એક ઝાટકે નીકાલ કરવા માત્ર આ જ એક રસ્તો છે. આજે નહીં તો કાલે ભારતે આ કરવું જ પડને તો આજે કેમ નહીં ?

બીજો પ્રશ્ર્ન છે કે જો હું 60 લાખ બેન્કમાં કેશ ભર્યું તો હું તેમને એક સાથે ન ઉઠાવી શકું ?

ના ભાઈ, આવું શક્ય નથી. તમે 4000ની નોટ જ નવી મળશે. આ ઉદ્દેશ્ય મુજબ દિવસના 10000 અને અઠવાડિયામાં 20000 જેટલી જ રકમ તમે ઊઠાવી શકશો. ધનકુબેરો ગોલમાલનું કરે તે માટે આવું થવું જરૂરી છે. માટે સામાન્ય માણસે ડરવાની જરૂરત નથી. હા થોડી મુસીબત જરૂર પડશે.

બે ચાર હજારમાં શું થાય ?

વાત તો સાચી છે. ઘરે પ્રસંગ હોય તો હજારો જોઈએ આઠ હજારથી શું થશે ? પણ આનો એક ઉપાય છે કે તમે બેન્કમાં પડેલા પૈસાનો ઉપયોગ ચૂકવણી માટે કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ કરો, નેટ બેન્કિંગનો ઉપયોગ કરો. મોબાઈલ વોલેટ ડેબિટ કાર્ડ, ક્રેડિટકાર્ડનો ઉપયોગ કરો. થોડી હિંમત કરશો તો થોડી હેરાનગતીમાં બધુ એક્ઝેસ્ટ થઈ જશે.

પણ મારી પાસે બેન્ક એકાઉન્ટ ન હોય તો ?

બેન્ક હજુ પણ બેન્ક એકાઉન્ટ ખોલે જ છે. ભાઈ, હા ભીડ હશે, પણ જો ખાતુ ન ખોલવું હોય તો ઘરમાં જેનું ખાતુ હોય તેનામાં તેમના નામે ભરી દો. હા તમારો વિશ્ર્વાસુ માણસ શોધવો પડશે અને હા જનધનમાં ખાતુ ખોલાવ્યું હોય તો ચાલશે.

નોટ ક્યાં બદલાવવી ?

કોઈપણ બેન્કમાં જાવ, પોસ્ટ ઓફિસમાં જાવ માત્ર એક ફોર્મ ભરવું પડશે. તે ઇંગ્લીશમાં છે પણ નાનકડું અને ફાવે એવું છે. છતાં તકલીફ પડે તો () આ લિંક ખોલીને જોઈ લો ગુજરાતમાં ફોર્મ ભરેલું છે.

મારુ ખાતુ છે એ જ બેન્કમાં નોટ બદલાશે કે કોઈ પણ બેન્કમાં ?

4000 રૂપિયા સુધીની નોટ બદલવી હોય તો કોઈ પણ બેન્કમાં તમે જઈ શકો છો. તે બેન્કમાં તમારું ખાતું હોવું જરૂરી નથી. હા એક આઈડી પ્રુફની ઝેરોક્ષ જરૂર રાખજો.

 

ATM માંથી કેટલા કાઢી શકાય ?

દિવસમાં  2000 રૂપિયા નીકળે. એટલે તમે દરરોજ એકવાર ૨૦૦૦ રૂપિયા કાઢી શકો. 19 નવેમ્બર પછી તમે દરરોજ 4000 રૂપિયા કાઢી શકશો અને પછી આ રકમ સરકાર વધારતી જવાની છે.

 

ચેક દ્વારા પૈસા ઉપાડી શકાય ?

હા, બિલકુલ… તેના તો તમે 10,000 રૂપિયા બેન્કમાંથી ઉપાડી શકો. ચેક ન હોય તો બેન્કની પૈસા ઉપાડવાની સ્લીપ વડે પણ પૈસા ઉપાડી શકાય. મુખ્ય વાત એ છે કે તમે અઠવાડિયામાં આ રીતે 20,000 સુધીની રકમ ઉપાડી શકો છો. આવું 24 નવેમ્બર સુધી થશે. પછી સરકાર આ રકમમાં ફેરફાર કરી શકે છે.

ક્યાં સુધી નોટ બદલી શકાય ?

તમારી પાસે ૩૦ નવેમ્બર સુધીનો જ સમય છે. ૩૦ નવેમ્બર પછી તમારે આરબીઆઈની ઓફિસે જવું પડશે અને 30 નવેમ્બર સુધી પૈસા જમા ન કરાવવાનું લેખિત કારણ પણ આપવું પડશે અને હા જરૂરી દસ્તાવેજ પણ તમારે બતાવવા પડશે.

 NRI છે ? ભારતની બહાર છો ? આટલું કરો

તમે ભારતની બહાર હો તો કોઈ પણ વિશ્ર્વાસુ માણસને લેખિતમાં પરવાનગી આપો અને તેને તમારા ખાતાની ઓથોરિટી આપો. એટલે તમારી 1000/500ની નોટ તે વ્યક્તિ તમારા બેન્ક ખાતામાં જમા કરાવી શકે. હા તમારું એક આઈડી કાર્ડ તેની પાસે હોવું જોઈએ.

NRI ના NRO એકાઉન્ટ માટે…

NRI હોય તે 500 અને 1000ની નોટો પોતાના NRO એકાઉન્ટમાં પણ જમા કરાવી શકે છે.

આ સંદર્ભે બધી જ જાણકારી તમને RBI ની વેબસાઈટ www.rbi.org.in ઉપરાંત ભારતની www.finmin.nic.in પર મળી જશે. અને હા કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાવ તો 022- 22602201 પર ફોન વાત કરો જે RBI ના કંટ્રોલરૂમ નો છે...