૨૦૦૦ની નવી નોટમાં ભૂલ ? શું છે ભૂલ વાંચો
SadhanaWeekly.com       | ૧૨-નવેમ્બર-૨૦૧૬


 

તો શું ૨૦૦૦ રૂપિયાની નવી નોટો પાછી ખેંચવામાં આવશે ? સોશિયલ મીડિયાના કારણે આજે જનતા સુપર ફાસ્ટ છે. પહેલા અફવા આવી કે ૨૦૦૦ની નોટમાં ચીપ છે. 120 મીટર ઊંડી દાટી હશે તો પણ સરકારને ખબર પડી જશે. આ વાત પૂરી જઈ ત્યાં સોશિયલ મીડિયાના ધુરંધરોએ બીજી વાત બહાર પાડી છે. આ લોકોએ ૨૦૦૦ની નવી નોટમાં પ્રુફ રીડિંગની ભૂલ શોધી પાડી છે.

શું છે ભૂલ? તો વાંચો… નોટ પર ૧૭ ભાષામાં લખવામાં આવ્યું છે. જેમાં હિન્દી, અંગ્રેજી સહિત અસમિયા, બંગાળી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મરાઠી નેપાળી, ઓડિયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ અને ઉર્દુ ભાષામાં લખાયેલ છે. આ શબ્દ છે. “બે હજાર રૂપિયા” હવે શબ્દમાં “દોન” શબ્દ નડી રહ્યો છે. નોટમાં લખવામાં આવ્યું છે. દોન હજાર રૂપિયા.. બસ નેટીજનોને લાગે છે કે આ ‘દોન’ નહિ ‘દો’ હોવું જોઈએ. પણ આ અફવા છે. આ જે “દોન” શબ્દ છે. તે કોંકણી ભાષાનો શબ્દ છે. અને આ ભૂલ નથી. કોઈ મિસપ્રિન્ટ નથી. તમારી 2000ની નોટને કઈ નહીં થાય. અફવા ન ફેલાવો.