નવી નોટના કારણે આ માણસ સૌથી ખુશ થયો છે જાણો કેમ ?
SadhanaWeekly.com       | ૧૨-નવેમ્બર-૨૦૧૬

 


 

તમને આજે કોઈ પૂછે કે નવી નોટ આવવાથી ભારતમાં કોણ ખુશ થયું છે. તમને લાગશે કે ગરીબ માણસ ? નરેન્દ્ર મોદી ? પણ વાત એમની નથી. નવી નોટ આવવાથી કોલ્હાપુરનો અનંત કાસબરદાર સૌથી ખુશ છે. કેમ ખબર છે ? આ એ જ માણસ છે. જેણે સ્વચ્છ ભારત અભિયાનનો લોગો બનાવ્યો છે. જે હવે 2000ની નોટમાં છપાયો છે.


 

આ લોગો તો તમને યાદ છે “ગાંધીજીના ચશ્મા દોરેલા છે જેની નીચે લખ્યું છે એક કદમ સ્વચ્છતા કી ઓર” ખુશી વ્યક્ત કરતા આ ભાઈ કહે છે કે આ મારા માટે સરપ્રાઈસ ગિફ્ટ છે. તેનાથી દૂર રહ્યે. મારા એક નાનકડા સર્જનને ભારતની ચલણી નોટ પર સ્થાન મળ્યું છે. એનાથી વધુ ખુશી શું હી શકે. મજાની વાત એ છે કે આ ભાઈએ આ લોગો માત્ર ૧૫ મિનિટમાં બનાવ્યો હતો. બેન્કે હમણા જ તેમનું સન્માન કર્યું છે. હવે તેઓ ભારતના ઇતિહાસમાં નોંધાઈ ગયા છે. આ લોગોની વાત થશે ત્યારે આ અનંત કોલ્હાપુરને પણ ભારત યાદ કરશે.”