તમે જે જાણવા માગો છો તે…આ રહ્યા નોટબંધીના ફાયદા – ગેરફાયદા !
SadhanaWeekly.com       | ૧૫-નવેમ્બર-૨૦૧૬


 

 

નરેન્દ્રભાઈ મોદી સરકારના નોટ બંધીના એલાન પછી દેશભરમાં પ્રશ્ર્ન ચર્ચાઈ રહ્યો છે કે આનાથી દેશ અને નાગરિકોને ફાયદો થશે કે નુકશાન…તો આવો આ પ્રશ્ર્નને સમજીએ.

ફાયદા

પહેલો ફાયદો આતંકવાદને લગતો છે. આતંકવાદ ફેલાવવા જે ફન્ડીંગ થઈ રહ્યું છે તે 500-1000ની અસલી-નકલી નોટ દ્વારા જ થાય છે. હવે આ નોટબંધી પછી આ ફન્ડીંગ બંધ થઈ જશે. આતંકવાદની પ્રવૃત્તિ ભારતમાં થતી અટકશે.

RBIના રીપોર્ટ પ્રમાણે દેશમાં માર્ચ સુધી 17.77 લાખ કરોડની કુલ કરન્સી છે. હવે છેલ્લા પાંચ વર્ષમાં 500ની નોટોમાં 7.6 ટકા અને 1000ની નોટમાં 109 ટકાનો વધારો થયો છે. આ વધારો નકલી નોટોનો છે. જે હવે કાગળ બની ગઈ છે.

કરોડપતિ, લાંચલેનારા લોકો હાલ બેન્ક વ્યવહારમાં પડ્યા છે. જેનાથી થોડા દિવસ માટે પ્રામાણિકતાનો ગ્રાફ ઉપર ચડશે.

હાલ આ કાળા ધનકુબેરો ૧થી ૨૦ લાખ સુધીની બ્લેકમની વ્હાઈટ કરવામાં સફળ થઈ શકે છે, પણ તેનાથી વધુ રકમ વ્હાઈટ કરવા જશે તો ફસાઈ જશે.

બીજું વિચારો કે દેશનું 50 ટકા ચલણી નાણું બેંકમાં જમા થશે તો  ? બેન્ક વ્યવહાર વધશે. વળી લોકો કાળુનાણું પણજુદી જુદી રીતે બેન્કમાં જમા કરાવે છે. જેથી સરકારને ટેક્સ રુપે આવક થશે. જે લોકહિતમાં વપરાશે.

મકાનના ભાવ ઘટશે. લોન સરળતાથી મળશે. આનું કારણ એ છે કે હાલ મકાનની ખરીદીમાં 50 ટકા જેટલી રકમ બ્લેકમની હોય છે જે હવે નહીં હોય. બીજું બેન્કમાં પૈસા હોવાથી પ્રામાણિક માણસને લોન પણ ઝડપથી મળશે.

નુકસાન

ચલણી નોટોની ઘટ પડવાથી લોકો બેન્ક વ્યવહારમાં હોવાથી બજાર ઠંડા પડી ગયા છે.

ઉત્પાદન ઘટી રહ્યું છે. લોકોની ખરીદ શક્તિ ઘટી છે.

 મોટાભાગની નોટો બેન્કમાં પહોંચી જવાથી બજારમાં નોટોની, ખુલ્લા પૈસાની અછત થોડા સમય માટે સર્જાશે.

મોબાઈલ સેક્ટર જેવા અનેક સેક્ટરોમાં વેચાણ ઘટી ગયું છે. તેનો ગ્રોથ ખૂબ ઝડપથી ઘટી રહ્યો છે.

ઘરે પ્રસંગ હોવાથી ઘણા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.

બેન્કમાંથી પણ મોટી રકમ મળતી નથી. માટે પૈસા હોવા છતાં લોકો તેને ખર્ચી શકતા નથી.

લાંબી લાઈનમાં ઊભા રહેવા છતા લોકોનું કામ થતું નથી.

 લોકોને નોકરી ધંધામાં રજા પાડી બેન્ક વ્યવહારમાં રહેવું પડ્યું છે. લોકોને ઉધાર પૈસા પણ મળી રહ્યા નથી.

ઘણા ધનકુબેરો 500-1000ની નોટ બંધી પછી ગેરફાયદો ઊઠાવી રહ્યા છે. અહેવાલ પ્રમાણે હાલ લાખના 75000નો ભાવ બજારમાં બોલાઈ રહ્યો છે.

બેન્કના કર્મચારીઓ ઉપર બર્ડન વધ્યું છે.