વિરેન્દ્ર સેહવાગની આ કોમેન્ટ વાંચ્યા પછી તમે બેન્કની લાઈનમાં ઊભા રહેતા ગર્વ અનુભવશો
SadhanaWeekly.com       | ૧૫-નવેમ્બર-૨૦૧૬


 

 

કેન્દ્ર સરકારના નોટબંધીના અતિહાસિક નિર્ણય પછી દેશભરમાં હડકંપ મચી ગયો છે. દેશ લગભગ લાઈનમાં ઊભો રહેતો થઈ ગયો છે. 500-1000ની નોટ બદલાવવા અને બેન્કમાં જમા કરાવવામાં લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. લોકોને એક-બે દિવસ સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે.

દેશભરમાં આ સંદર્ભે સારી-ખરાબ પ્રતિક્રિયા પણ આવી રહી છે ત્યારે ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરી દેશવાસીઓનો હોંસલો વધારવાની કોશિશ કરી છે. સેહવાગે એવો સંદેશો આગળ વધાર્યો છે જે વાચીને બેન્કની કે એટીએમની લાઈનમાં ઊભા રહેવામાં પણ તમે ગર્વ મહેસૂસ કરશો.

સહેવાગે ટ્વીટર પર  લખ્યું છે કે શહીદ હનુમનથપ્પા-સિયાચિનમાં 35 ફૂટ ઊંડા બરફના ખાડામાં -45 ડિગ્રીમાં 6 દિવસ સુધી હિંમતથી જીવ બચાવવા લડી શકે છે તો શું આપણે દેશને બદલવા માટે દેશને બચાવવા માટે થોડા કલાક લાઈનમાં ન ઊભા રહી શકીએ ?

મહત્અવની વાત એ છે કે થોડા દિવસો પહેલા  દેશ માટે અનેક લોકોએ કહ્યું હતું કે અમે જીવ આપવા તૈયાર છીએ તો શું આજે દેશ માટે થોડા દિવસ લાઈનમાં ન ઊભા રહી શકીએ ?