હવે થસે જનધનવાળા બેંકના ખાતામાં ૧૫-૧૫ લાખ રૂપિયા?
SadhanaWeekly.com       | ૧૭-નવેમ્બર-૨૦૧૬


 

 હાલ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર છે ત્યારે બીજી એક અફવા બહાર આવી છે. જે તમને વાંચીને તો આનંદ આવશે પણ વાત સાચી નથી.. હાલમાં સોશિયલ મીડિયા પર એવો મેસેજ વાઈરલ થયો છે કે જેણે જનધન ખાતુ ખોલાવ્યુ હશે તેવા ખાતાધારકોના ખાતામાં રૂ.૧૫ લાખ જમા થશે.

આ મેસેજ બાદ કેટલીય બેંકની બ્રાંચ આગળ કેટલાંક એવા લોકો આંટા મારતા જોવા મળ્યાં હતા જેમને જનધન યોજના હેઠળ ખાતુ ખોલાવવું હતુ. જ્યારે કેટલીય બેંકો આગળ લોકોએ જન ધન યોજના હેઠળ ખાતુ ખોલાવવા માટેની પૂછપરછ કરવા માટે પણ પહોંચી ગયા હતા. જોકે, આ મેસેજ માત્ર એક અફવા પુરવાર થયો હતો.લોકો દ્વારા આવી પુછપરછ કરતાં બેંકના કર્મચારીઓ પણ આશ્વર્યમાં મુકાઇ ગયા હતા