અચ્છા તો 10-10ના નકલી સિક્કા અહીં બનતા હતા..
SadhanaWeekly.com       | ૨૪-નવેમ્બર-૨૦૧૬


 

થોડા સમય પહેલા મીડિયામાં, સોશિયલ મીડિયામાં એક સમાચાર ફરતા થયા હતા. સમાચાર હતા દિલ્હીના રોહિણી વિસ્તારમાંથી એક સ્ફિટ ડિઝાયર ગાડીમાંથી પોલિસને ખજાનો મળ્યો છે. જેમાં બે બોરી અજાનાથી ભરેલી હતી. આ બોરીમાં 40 હજારના નકલી સિક્કા હતા. ગાડી ચલાવનારો 42 વર્ષનો યુવક નરેશ કુમાર હતો.

હવે નોટબંદી પછી પણ આવા સમાચાર આવવા લાગ્યા છે. હમણા જ દિલ્હીના બવાના વિસ્તારમાં નકલી 10-10 રૂપિયાના સિક્કા બનાવતી ફેક્ટરી પર પોલીસે રેડ પાડી તેને સીલ કરી છે. એક બે માળની બિલ્ડીંગમાં આ ફેક્ટરી ચાલતી હતી. જે 19 હજાર રૂપિયા મહિને ભાડું આ બિલ્ડીંગના માલિકને આપતી હતી. લગભગ છ મહિનાથી અહીં નકલી સિક્કા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસે અહીંથી છ જેટલા હાઈડ્રોલિક મશીન સહિત 12.24 લાખ રૂપિયાના નકલી સિક્કા મળ્યા છે.

આશ્ર્ચર્ય જનક વાત એ છે કે પોલીસે આ ફેક્ટરીમાંથી ૧૭ પેકેટ ડાઈ મળી છે. જે પાંચના અને 10ના સિક્કાની છે. હવે આ ડાઈ એ જ છે જે સિક્કા છાપવા રિઝર્વ બેન્ક વાપરે છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ ડાઈ ત્યાં સુધી કેવી રીતે પહોંચી ?

 

મજૂરોને કહ્યું RBIનું કામ છે…

અહીં બિહારના ૧૩ મજૂરો કામે લાગ્યા હતા. જે છ મહિનાથી આ સિક્કા બનાવવાનું કામ કરતા હતા. જેમને કહેવામાં આવ્યું હતું કે આ કામ RBIનું છે. પછી કામ કરવાના નિયમો બતાવ્યા. જેમાં કહેવાયું હતું કે બધાનો ફોન બંધ રાખવામાં આવશે. 24 કલાક કામ ચાલશે. કોઈ ફેક્ટરીની બહાર નહી જાય. બધા ઘરે જશે ત્યારે પગાર મળશે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે અનેક એવા લોકો છે જે 7 રૂપિયા લઈ 10નો સિક્કો લઈ બજાર સુધી પહોંચતા હતા.