ATM  : ભરનારાના ઉજાગરા અને ઉઠાવનારા લાઈનમાં


 

નોટબંદી પછી ATMના લોચા ચારેતરફ છે. લોકો લાઈનમાં કલાકો ઊભા રહે છે. વારો આવે તો કેશ ખતમ થઈ જાય છે અને પછી ગાળો આપવાનો દોર શરૂ થાય છે.

પણ આ બધાની વચ્ચે એ લોકોનું વિચાર્યું છે જે ૨૪ કલાક કામ કરી, ઊંઘ લીધા વિના ATMમાં પૈસા ભરે છે કે જેથી બીજા દિવસે આપણે તેનાથી પૈસા ઉપાડી શકીએ.

કેશ લોજિસ્ટિક્સ એસોશિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ઋતુરાજનું કહેવું છે કે મને ખબર નથી. હું ક્યારે સૂએ છું ખૂબ થોડા આરામ અને પછી તરત કામ… આ કંપની 600 જિલ્લાના 2.2 લાખ ATM માં પૈસા લોડ કરે છે. તેમના કર્મચારીઓ પોતાનો પ્રાથમિક સામાન જોડે જ લઈને કંપનીમાં આવી ગયા છે. બધુ અહીં જ થાય છે. તેઓને આટલા દિવસથી ઘરે જવા પણ મળ્યું નથી.

તો મુશ્કેલી બધાની છે. ઉપાડનારાઓની અને ભરનારાઓની પણ અંતે એટલું જ કહેવાય ધીરજ રાખો… ધીરજના ફળ મીઠા…