આ થોડા દિવસમાં કેટલું કાળુ નાણું બહાર આવ્યું ? જાણવું છે ? વાંચો
SadhanaWeekly.com       | ૨૪-નવેમ્બર-૨૦૧૬


 

 

૮ નવેમ્બરના રોજ રાત્રે ૮ વાગે નરેન્દ્ર મોદીએ નોટબંદીની જાહેરાત કરી અને બજારમાં ફરતી કેશ મની એક ઝાટકે કાગળનાં ટુકડા, પસ્તી બની ગઈ. લોકો બ્લેકમનીને વાઈટ મજામાં કનવર્ટ કરવા અનેક કાવાદાવા કરી રહ્યા છે, પણ તેમ છતાં આ છેલ્લા થોડા જ દિવસમાં અધધધ… કાળું નાણું ઝડપ્યું અને ઓછું થયું છે. ઇન્ડિયા ટુડેમાં તાજેતરમાં આવેલા સર્વે આ સંદર્ભે ઘણું બધું કરી જાય છે.. આવો જાણીએ…

8 નવેમ્બર પહેલા…

૮ નવેમ્બર પહેલા સરકારે કાળુ ધન રાખતા ધન કુબેરો માટે એક સ્કિમ રાખી હતી. જેમાં આ કાળાનાણાં વાળા ધનકુબેરોએ અમુક ટકા ટેક્સ ભરી પોતાનું નાણું સફેદ કરવાનું હતું. આ સ્કિમમાં 65 હજાર કરોડ રૂપિયાનું નાણું સફેદ થતું.

કેટલું ઓછું થયું કાળુ નાણું ?

એક અંદાજ પ્રમાણે આપણા દેશમાં ૧૭ લાખ કરોડની કેશ છે. જેમાંથી 80 ટકા કેશ 500 અને 1000ની નોટના રૂપમાં હતી. હવે આ નોટબંદી પછી એક ઝાટકે 13.6 લાખ કરોડ રૂપિયા બહાર નીકળી ગયા છે. જો કે હજી નોટ બદલાઈ રહી છે. પણ છતાં એક અનુમાન મુજબ સરકારના આ નોટબંદીના પગલાં પછી લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનું “કાળુનાણું” નષ્ટ થઈ ગયું છે. જો કે આ સર્વે સચોટ કરી શક્ય નહીં કારણ કે ભારતમાં એક અનુમાન મુજબ દરરોજ લગભગ 3 લાખ કરોડ રૂપિયાના કાળાનાણાંની લેવડ-દેવડ થાયછે. જે કેશમાં થાય છે. જેનો હિસાબ મુશ્કેલ છે.

દેશમાં કેટલું છે કાળું નાણું….

અમેરિકાની ગ્લોબલ ફાઈનેશિયલ ઇન્ટેગ્રીટીમાં રીપોર્ટ પ્રમાણે વર્ષ 2004થી 2013 સુધીમાં 33.3 લાખ કરોડ રૂપિયાનું કાળુનાણું ભારતથી બહાર ગયું. હવે છેલ્લા ત્રણ વર્ષોનો તો હિસાબ જ નથી. વર્ષ 2007માં પણ વર્લ્ડ બેન્ક અનુમાન લગાવ્યું હતું કે ભારતમાં જેટલું કાળુંનાણું છે તે દેશની જીડીપીના 23.7 ટકા જેટલું છે. 2015ના અંતમાં સ્વિસ સેન્ટ્રલ બેન્ક અને એસએનબીએ જે અહેવાલ પ્રકાશિત કર્યો તેનું સાચું માનીએ તો માત્ર સ્વિસ બેન્કોમાં જ ભારતીઓના 1.2 ખરબ ડોલરનું કાળુનાણું જમા છે…