25 લાખના વાળની ચોરી…
SadhanaWeekly.com       | ૨૪-નવેમ્બર-૨૦૧૬


 

 

નોટબંદી શું-શું કરાવશે ? ચોરને વાળ ચોરી કરવા પડ્યા છે. બોલો ! કહી તમે સાંભળ્યું છે કે 500-1000ની નોટનો ઢગલો હોવા છતાં ચોર તેને અડ્યા પણ નહીં ! આ નોટોની જગ્યાએ ચોર 7 બોરા ભરીને વાળ ચોરી ગયા !

જી, હા…વાત આંધ્રપ્રદેશના કુરનૂલ જિલ્લામાં આવેલ શ્રીસૈલમ મંદિરની છે. અહીં શ્રદ્ધાળુઓ આવીને ભગવાનને પોતાના વાળનો ચડાવો ધરાવે છે. આ મંદિર ભારતના ૧૨ શિવ જ્યોતિ લિંગોમાંનું એક છે. જેને શ્રી મલ્લિકાર્જુન સ્વામીના નામે ઓળખવામાં આવે છે.

ગયા બુધવારે આ મંદિરમાં ત્રણ બુકાનીધારી ચોર આવ્યા. તે મંદિરમાં ગયા તેમણે મંદિરની દાન પેટી નહી પણ ત્યા ચડાવવામાં આવેલા વાળના ઢગલામાંથી 7 બોરા વાળ ભર્યા અને ફરાર થઈ ગયા. બજારમાં આ 7 બોરાવાળની કિંમત 25 લાખ થાય છે. આ ઘટના મંદિરના સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઈ ગઈ છે.