20 હજારના બદલે બેન્કે આપ્યા 15 કિલો રૂપિયા
SadhanaWeekly.com       | ૨૪-નવેમ્બર-૨૦૧૬


 

 

દિલ્હીમાં રહેતા આ ભાઈ છે. ઇમ્તિયાજ આલમ.. તેમનું જામિયા કો. ઓપરેટિવ બેન્કમાં ખાતું છે. તેઓ બેન્કમાં સેલ્ફ ચેક દ્વારા બેન્કમાં પૈસા ઉપાડવા ગયા. ચાર  કલાક લાઈનમાં ઊભા રહી તેમનો નંબર આવ્યો તો તે બીજી મુસીબતમાં ફસાઈ ગયા.

બેન્કે ચેક લઈ તેમને 20,000 રૂપિયા તો આપ્યા પણ બધા જ 10-10ના સિક્કા આપ્યા. ૨૦ હજારના આ સિક્કાનું વજન થાય છે 15 કિલો.

ઇમ્તિયાજનું કહેવું છે કે પહેલા તો 20,000 આપવાની જ મેનેજરે ના પાડી દીધી, પણ ઇમ્તિયાજએ વિનંતી કરી તો મેનેજર 10-10ના સિક્કા આપવા તૈયાર થયો. હવે તેની મુશ્કેલીએ છે કે આ ભાઈને ઓફિસના કામથી ગોવા જવાનું છે. હવે આ સિક્કાને લઈ ક્યાં-ક્યાં જશે.