500-1000ની જૂની નોટોથી બેન્ક કર્મચારીઓ બીમાર પડી રહ્યા છે ?
SadhanaWeekly.com       | ૨૪-નવેમ્બર-૨૦૧૬


 

કોઈ દિવસ તમે લાઈબ્રેરીમાં ગયા છો ? ગયા હોય અને હવે જવાના હો તો લાઈબ્રેરીમાં ભાગ્યે જ ખોલાતા કબાટ પાસે જઈ તે કબાટ ખોલી જોજો.. ૩0 મિનિટ તે કબાટમાંથી પુસ્તકો શોધી જોતા રહો. શરદી, ઉધરસ કે માથાનો દુઃખાવો લઈને તમે ઘરે જશો.. જૂની 500-1000ની નોટમાં પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. જેનાથી બેન્ક કર્મચારીઓ બહુ હેરાન છે.

નોટબંધી પછી લોકો 500 અને 1000ની નોટો ઘરમાંથી શોધી શોધીને બેન્કમાં જમા કરાવી રહ્યા છે. આમાની ઘણી નોટો વર્ષોથી તિજોરીમાં, ગોડાઉનમાં, માળિયામાં પડેલી હોય છે. જેના પર અનેક બેક્ટેરિયા, ફૂગ પણ વળી ગયેલી હોય છે. હવે આ નોટો લઈને લોકો બેન્કમાં જાય અને તેનાથી ઇન્ફેક્શન ફેલાય છે. જૂની પડેલી નોટ હાથમાં લેવાથી તેના બેક્ટેરિયા હવા અને હાથ થકી શરીરમાં પ્રવેશે છે અને પછી માણસને બીમાર કરે છે.

અનેક બેન્ક કર્મચારીઓનું કહેવું છે કે 8 નવેમ્બરે નોટબંદીનું એલાન થયા સુધી અમને કઈ ન હતું પણ 10 નવેમ્બરથી અમને શરીરમાં તકલીફ પડવા લાગી છે. શરદી, ઉધરસ અને જીણભાવ કોમન છે. નોટ ગણતરી વખતે અમારે મોટો રુમાલ બાંધવાની જરૂર પડી રહી છે.

બેન્ક કર્મચારીઓ સામે આ નવી મુશ્કેલી આવી ગઈ છે. પહેલા ઓવરટાઈમની મુશ્કેલી હતી હવે આ બીમારી ફેલાવતી નોટની મુશ્કેલી છે.