કાશ્મીરમાંથી આવ્યા છે આ સારા સમાચાર
SadhanaWeekly.com       | ૨૪-નવેમ્બર-૨૦૧૬


 

કાશ્મીરની આઠ વર્ષની તજમુલ ઇસ્લામ વર્લ્ડ કિક બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને આવી છે. ઈટલીના આક્રિયા શહેરમાં આ વર્લ્ડ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં અમેરિકાની ખેલાડીને હરાવી તજમુલ ચેમ્પિયન બની છે. સોશિયલ મીડિયા પર આ ચેમ્પિયનશીપના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને થાય પણ કેમ નહીં. તજમૂલ સબ જુનિયર કેટેગરીની પહેલી એવી ભારતીય ખેલાડી છે. જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ ચેમ્પિયનશીપ માટે તજમુલને કિક બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પસંદ કરી હતી. તેના કોચ ફાસિલ માસ્ટરના કહ્યાં મુજબ તજમુલે છ એ છ ફાઈટ જીતી છે.