અને મમતા બેનર્જીએ બંધનું એલાન પાછુ ખેચીયુ...વાંચો કેમ?
SadhanaWeekly.com       | ૨૬-નવેમ્બર-૨૦૧૬


 

કેન્દ્ર સરકારે 500 અને 1000ની રૂપિયાની નોટો રદ કર્યા બાદ વિપક્ષોએ સંસદમાં કાર્યવાહી ઠપ કરી દીધી છે.  દેશની જનતાને ભારે તકલીફ થઈ રહી  અવો હોહાપો કરી નોટબંધીનો નિર્ણય પાછો ખેંચવાની માગણી કરી છે. મોદી સરકારે આ વાત ન માનતા  28 નવેમ્બરે સોમવારે ભારત બંધનું એલાન આપી આક્રોશ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાત પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા થઈ હતી. આ જહેરાત પછી સોશિયલ મીડિયામાં તેનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે ત્યારે મમતાએ યુ ટર્ન લઈ ટ્વીટ કરી છે કે બંધનુ અલાન અમે નથી આપ્યુ…અમે બંધને સમર્થન કરતા નથી…હંમેશા બંધના એલાન નો વિરોધ કરનારા મમતાજીએ આ વખતે મોદી સરકાર ને ઘેરવા બંધનુ એલાન તો આપ્યુ પણ સોશિયલ મીડિયા પર લોકો ઍ મમતાજી ને આડે હાથ લીધા…આથી લોકોનો મિજાજ જોઇ મમતાએ પાછી પાની કરી છે…લાગે છે કે મમતાજી ને કોઈઍ સમજાવી દિધા છે કે ભારત બંધનું એલાન કે નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાથી તે ભારતના વડાપ્રધાન નહીં બની શકે.

સોશિયલ મીડિયામાં બુધવારથી જ ભારત બંધનો વિરોધ થઈ રહ્યો છે અને લોકો વૉટ્સ ઍપ અને ફેસબુક પર મેસેજ મૂકી રહ્યા છે કે `હું વિપક્ષોએ આપેલા ભારત બંધનો વિરોધ કરું છું અને 28 નવેમ્બરે વધારે કામ કરીને નરેન્દ્ર મોદીના નિર્ણયનું સમર્થન કરીશ.'

ડિમોનેટાઇઝેશન પછી 2000 રૂપિયા અને 500 રૂપિયાની આવેલી નવી નોટો સાથે સેલ્ફી ખેંચીને સોશિયલ મીડિયામાં મૂકનારા નેટીઝનો કહી રહ્યા છે કે આ નિર્ણયથી તકલીફ થઈ છે, પણ દેશના ભલા માટે લેવાયેલા નિર્ણયનું પૂર્ણ સમર્થન છે.

ભારત બંધના વિરોધીઓએ એક સોશિયલ પ્લૅટફૉર્મ પણ તૈયાર કર્યું છે અને તેમાં 21,000 લોકો જોડાઈ ગયા છે. તેમાં લખવામાં આવ્યું છે કે બંધના કારણે વેપારીઓ, નાના દુકાનદારો અને મજૂરોને નુકસાન થશે. દેશનાં હિત માટે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયને સમર્થન છે. લોકો શાંતિથી જીવવા માગે છે.

જે કોઈ દુકાન અથવા મૉલ 28 નવેમ્બરે બંધ રહેશે, ત્યાંથી અમે કંઈ નહીં ખરીદીએ, જે દેશનો નહીં, એ અમારો નહીં. ભારત માતા કી જય 70 વર્ષથી કહેતા હતા કે ગરીબી હટાઓ, ગરીબી હટાઓ આ બન્દાએ આવતાં જ અમીરી હટાવી દીધી, ભ્રષ્ટાચારીઓને દુ:ખ તો થશે જ! થોડાં વર્ષ પહેલાં બંધનો વિરોધ કરનારાં મમતા દીદી કેવી રીતે ભારતબંધનું એલાન આપી શકે? લોકો ભારત બંધનું સમર્થન નહીં કરે. વિપક્ષના સંસદસભ્યો સંસદમાં ચર્ચા કરતા નથી. તેઓ અમને મૂર્ખ નહીં બનાવી શકે.