લોકો લાઈનમાં ઉભા છે ને આ ભાઇ ૨૭ લાખની નવી નોટો લઈને ફરી રહ્યા હતા


 

આઠ તારીખ પછી દેશ લાઈનમા છે…જૂની નોટને નવી કરાવવાની લાઈનમા…દેશને બદલવાની લાઇનમા…..પણ કેટલાક એવા લોકો પણ છે જે લાઈન મા ઉભારહેવામાં વિશ્વાસ નથી રાખતા…આવા જ કેટલાંક લોકો ને દિલ્લી પોલિસે પક્ડ્યા છે. જેલ ભેગા કરવા…

વાત એમ છે કે દિલ્લી ક્રાઇમ બ્રાંચે ત્રણ લોકોને નવી દિલ્લી સ્થિત નિજામુદ્દીન રેલવ સ્ટેશન પર 27 લાખ રૂપિયના દરની 2000 ની નવી નોટો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેય શખ્સોની અટકાય કરી છે. . પોલીસની પ્રારંભીક તપાસ અનુસાર આ ત્રણેય વ્યક્તી મુંબઇમાં હવાલાના માધ્યમથી પૈસા બદલીને દિલ્લી પહોંચ્યા હતા. પોલીસ અનુસાર અટકાયત કરવામાં આવેલા અજિત પાલ સિંહ અને રાજેંદ્ર સિંહ દિલ્લીના પીતમપુરાના રહેનાર છે. તેની સાથે તેના ડ્રાઇવરની પણ અટકાય કરવામાં આવી છે. દિલ્લી સંયુક્ત પોલીસ કમિશ્નર રવિંદ્ર યાદવે જણાવ્યું હતું કે, “જ્યારે તે લોકો રેલવે સ્ટેશન બહાર પોતાની કારમાં બેસી રહ્યા હતા. ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.” પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો બ્લેકમનીને વ્હાઇટ કરવાનો છે. અને તેમા બેંક કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતા છે.

આ લોકોની  પૂછપરછ કરતા જાણવા મળ્યુ છે કી આ લોકો પીતપુરના કોઇ બીજી વ્યક્તિ માટે કામ કરે છે. જે હિમાચાલ પ્રદેશમાં આવેલ દેવાની ફેક્ટ્રીનો માલિક છે. આ ભાઇ કમીશન લઇને અત્યાર સુધીમાં દોઢ કરોડ રૂપિયા નવા નોટોમાં બદલી ચુક્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી 2000 રૂપિયાના નવા નોટોના રૂપમાં ૫૦ લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયો છે. આ માણસની પોલિસ હાલ શોધ કરી રહી છે...

છેને કમાલની વાત…લોકો ૫૦૦-૧૦૦૦ની નોટો બદલવા કલાકો લાઈનમાં ઉભા રહે છે ત્યારે આવા દેશવિરોધી લોકોને આરામથી ૨૦૦૦ની નોટો મળી જાય છે….