આવતા વર્ષે રામ મંદિર બનવાની શરૂઆત થસે…
SadhanaWeekly.com       | ૨૬-નવેમ્બર-૨૦૧૬


 

નોટબંધી પછી હવે રામમંદિર બનવાનો મુદ્દો આગળ આવવા લાગ્યો છે…એમાય ઉત્તરપ્રદેશની ચૂટણી આ મુદ્દાને વધુ ધારદાર બનાવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આ શક્યતાની વચ્ચે ભાજપના સુભ્રમણ્યમ સ્વમીએ આ વાત આગળ કરી દીધી છે…તેમણે હમણાજ ઇલ્હાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યુ કે રામમંદિર બનવાની શરૂઆત આવતા વર્ષથી થઈ જસે…આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. અયોધ્યામાં જે મસ્જિદ છે તેના નિર્માણ માટે બીજે જમીન આપવાની રજૂઆત થઈ ગઈ છે…આશા છે મુસ્લિમભાઈઓ આ માટે રાજી થઈ જસે…

સુપ્રિમ કોર્ટમાં રામમંદિર કેશ કાર્યાન્વીત થઈ ગયો છે….મે વિનંતી કરી છે કે આ બાબતે ઝડપથી નિર્ણય લેવાય. સ્વામીએ બીજુ જણાવ્યું કે મુગલોં દ્વારા આ દેશમાં અનેક મંદિરો તોડવામાં આવ્યા. પરંતુ અશોક સિંહલજીએ માત્ર મથુરા, અયોધ્યા અને કશીમાં જ મંદિર બનાવવાની વાત કરી છે…તેમણે કહ્યુ કે અશોકજીનું સપનું જરૂર પૂરૂ થશે…