આમ આદમી પાર્ટીએ કર્યું દલિતોનું અપમાન…
SadhanaWeekly.com       | ૩૦-નવેમ્બર-૨૦૧૬


 

આમ આદમી પાર્ટી (આપ) સાબિત શું કરવા માગે છે. કદાચ આજે ડો. આંબેડકરજી હાજર હોત તો કેજરીવાલ અને આપને તેમની હકિકત જણાવી દીધી હોત..તમે કહેશો એવું તો શું કર્યું ? આપે તો પહેલા અહીં નીચે આપેલો ફોટો જોઈલો.. વાંચીલો…


 આપના પંજાબના ઓફિસિયલી ટ્‌વિટર એકાઉન્ટ પર લખાયું છે કે “આપ” દલિત સમાજને સત્તામાં ભાગીદારી આપશે.. પંજાબનો આગામી ઉપ-મુખ્યમંત્રી દલિત સમાજમાંથી બનશે.

વાહ ! કેજરીવાલજી ! દલિત નેતા મુખ્યમંત્રી કેમ ન બની શકે.. દલિતોને તમે અહીં પણ બીજા નંબરે રાખવાની પેરવી કરો છો.

આ ટ્વિટ દ્વારા તમે એવું કહેવા માંગો છો કે પંજાબનો મુખ્યમંત્રી તો કોઈ સવર્ણ જ બનશે દલિત નહીં.

મહત્ત્વની વાત એ છે કે “આપ” પાર્ટીએ પંજાબમાં પોતાનો મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જો જાહેર કર્યો હોત તો સમજી શકાય કે મુખ્યમંત્રીની સીટ બુકિંગ છે. માટે ઉપ-મુખ્યમંત્રીની સીટ દલિતોને આપી, પણ આવું તો છે નહીં અને પહેલાથી જ નક્કી કરી નાખ્યું કે ઉપ-મુખ્યમંત્રી કોઈ દલિત બનશે.

જો કે આ ટ્વિટ આમ આદમી પાર્ટીના પંજાબના ટ્વિટરમાં લખાઈ છે માટે કદાચ એવું કહેવાય કે પંજાબનું ટ્વિટર હેન્ડલ કરનારની ભૂલ થઈ છે. પણ વિચારવા જેવું છે કે આપનું પંજાબ ટ્વિટર દિલ્હીના કેજરીવાલને પૂછ્યા વિના આટલું મોટું સ્ટેટમેન્ટ ટ્વિટર પર લખી શકે ?