ઓ ત્તારી….. અરવિંદ કેજરીવાલનું ૮ કરોડનું કૌભંડ બહાર આવ્યુ!
SadhanaWeekly.com       | ૩૦-નવેમ્બર-૨૦૧૬

 


 દિલ્લીની કેજરીવાલ સરકારનું એક  કૌભાંડ બહાર આવ્યુ છે એવા અહેવાલો મીડિયામાં ફરતા થયા છે. આપ સરકાર પર આરોપ છે કે આ સરકારે ડીટીસી એટલે કે દિલ્લી પરિવહન નીગમના માધ્યમથી પોતાનું ૮ કરોડ કરતા વધું કાળુનાણું સફેદ કરી નાખ્યુ છે. આરોપ એવો છે કે ડીટીસી દિલ્લી સરકાર હસ્તક આવે છે. નોટબંધી પછી એટલે કે ૮ નવેમ્બર પછી ડીટીસી એ પોતાની આવક ૮ કરોડ ૧૪ લાખ રૂપિયા બતાવી છે અને આ આવક ૫૦૦ અને ૧૦૦૦ની નોટોના રૂપે જમા કરાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીટીસી ૮ નવેમ્બરથી જ ૫૦૦/૧૦૦૦ ની નોટો લેવાનું બંધ કરી દીધુ હતુ તો આ નોટો આવી ક્યાથી? આથી કેજરીવાલ સરકાર પર આરોપ લાગ્યો છે કે આપ સરકારે મીલી ભગતથી પોતાનું કાળુનાણં આ રીતે ડીટીસીની મદદથી સફેદ કરી દીધુ છે. એટલે કે ડીટીસીની મદદથી આ કૌભાંડ થયુ છે.

જોકે આ બાબત બહાર આવતા કેજરીવાલે આનન ફનનમા તપાસના આદેશ આપી દિધા છે. પણ આ વખતે ખૂદ કેજરીવાલ પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે…જેમ તેઓ બીજા પર આરોપ લગાવે છે અને ગમે તેવી બયાન બાજી કરે છે અને સામે વાળા પાસેથી જવાબ ની અપેક્ષા રાખે છે…હવે જવાબ આપવાની વારી આપ સરકાર ની આવી છે. જોઇએ હવે શું થાય છે…..બાકી આવા દાગ ઝડપથી દોવાતા નથી હવે તે હવે ખબર પડશે…જોઇએ