હવે બેન્ક મેનેજરો જેલમાં જવાના છે…!લોકો લાઈનમાં હતા અને આ કમિશન ખાતા હતા.
SadhanaWeekly.com       | ૩૦-નવેમ્બર-૨૦૧૬


 નોટબંધી પછી બેન્ક મેનેજરો એ શું-શું કર્યું, બેન્ક કર્મચારીઓએ શું-શું કર્યું અને શું-શું કરે છે. તે લગભગ સામાન્ય જનતા જાણે છે. આગામી થોડા સમયમાં હવે નોટબંધી પછીની કાર્યવિધિ માટે બેન્ક મેનેજરો પર મુશ્કેલી આવી શકે છે.

એટલે કે અહીનું નહીં કરવામાં આગામી સમયમાં બેન્ક મેનેજરો અને બેન્ક કર્મચારીઓની ધરપકડ થઈ શકે છે. આ મેનેજરો પર કમિશન લઈ કાળા નાણાને  સફેદ કરવાનો આરોપ લાગ્યો છે.

મહત્ત્વની વાત એ છે કે 8 નવેમ્બર જાહેર થયેલી નોટબંધી પછી સરકાર દ્વારા બેન્ક અધિકારીઓ અને કર્મચારીઓની ગતિવિધિ પર, નજર રાખવામાં આવી હતી. જેમાં આ કર્મચારીઓની ભૂમિકા શંકાજનક જણાઈ છે. મહત્ત્વની વાત એ છે કે મોટા ભાગના મેનેજરોએ અને કર્મચારીઓએ પ્રામાણિકતા પૂર્વક કામ કર્યું છે. પરંતુ આવા કેટલાક જ લોકો છે જેમણે કમિશન લઈ આવું કામ કર્યું છે. જેના કારણે સામાન્ય માણસોને હેરાન થવું પડે છે.

મહત્ત્વની વાત એ છે કે આ શંકા બહાર આવ્યા પછી ઈન્કમટેક્સ વિભાગે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે અને અપીલ કરી છે કે બેન્ક કર્મીઓ દ્વારા આવી કોઈ શંકાસ્પદ લેણદેણ થતી હોય તો તરત ઇન્કમટેક્સ વિભાગને જાણ કરો.

નોટબંધી પછી અનેક જગ્યાએ સામાન્ય લોકોએ આ સંદર્ભની ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત મીડિયામાં પણ આ બાબતો બહાર આવી છે. આ બધી બાબતોની તપાસ કરવામાં આવશે. એટલે ટૂંક સમયમાં હવે બેન્ક કર્મચારીઓ પર આફત આવી શકે છે. હા પ્રામાણિક કર્મચારીઓને માટે કોઈ ચિંતાનો વિષય નથી.