હવે સિનેમાં ઘરોમા ફિલ્મ જોતા પહેલા રાષ્ટ્રગીત ફરજિયાત ગાવું પડશે...વાંચો કેમ?
SadhanaWeekly.com       | ૩૦-નવેમ્બર-૨૦૧૬


 

આજે સુપ્રિમ કોર્ટનો એક ગજબનાક પણ સારો નિર્ણય આવ્યો. નિર્ણય મુજબ હવે તમે સિનેમા ઘરમા ફિલ્મ જોવા જશો તો ફરજિયાર પહેલા રાષ્ટ્રગીત ગાવું પડશે…ગજબનાક એટલા માટે કે આપણા જ દેશમા આપણા જ નાગરિકોને ફરજિયાત રાષ્ટ્રગીત ગાવાની ફરજ પાડવામા આવી છે..આ ફરજ પાડવાની જ ન હોય…આતો દિલથી કરવાનું જ હોય ને…સારો એટલે કે હવે રાષ્ટ્રગીતનો કોમર્શિય હેતુથી ઉપયોગ નહિ થાય…હવે સિનેમા ઘરોમા ફિલ્મ જોવા જતા લોકો ફરજિયાત ઉભા થઇને રાષ્ટ્રગીત ગશે…કોર્ટે ૧૦ દિવસમા આ અર્ડને લાગુ કરવાનો હુકમ કર્યો છે.

 

તમે વિચારતા હસો કે આમા સુપ્રિમકોર્ટે કેમ આવવું પડ્યુ? તો વાત જાણે એમ છે કે ભોપાલના શ્યામ નારાયણ ચૌક્સે નામના વ્યક્તિએ સુપ્રિમકોર્ટમા એક જાહેર હિતની અરજી એટલે કે પીઆઇએલ કરી હતી…

 આ પીઆઇએલમા સુપ્રિમકોર્ટ સામે એ માંગ કરવામાં આવી હતી કે દેશભરમા સિનેમા ઘરોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલા રાષ્ટ્રગાન થવુ જોઇએ.

કોમર્શિયલ હેતુ માટે રાષ્ટ્રગીત નો ઉપયોગ ન કરવામા આવે.

મનોરંજક શોમા માહોલ કે નાટક ઉભું કરવા રાષ્ટ્રગીતનો ઉપયોગ ન થવો જોઇએ.

રાષ્ટ્રગીત એક વાર શરૂ થાય પછી વચ્ચે અટકવુ ન જોઇએ.

એક વાત યાદ રહે કે વર્ષ ૧૯૬૦માં સિનેમા હોલમા રાષ્ટ્રગીતનું ગાન થતુ હતું.આવુ સૈનિકોના સમ્માન અને લોકોમાં દેશપ્રેમની ભાવના જગાડવા થતુ હતુ.

પરંતુ આવુ કરવાથી રાષ્ટ્રગીતનું અપમાન થાય છે એવી અનેક ફરિયાદો થઇ એટલે રાષ્ટ્રગીત ગાવાનું બંધ કરવાની ફરજ પડી….

      આથી આજે સુપ્રિમકોર્ટે આ ચુકાદો આપ્યો છે....તો હવે ફિલ્મ જોતા પહેલા રાષ્ટ્ર્ગાન માટે તૈયાર થઈ જાવ.