રાહુલ ગાંધીનુ ટ્વિટર એકાઉન્ટ હેક…અભદ્ર વાતોની ભરમાર…

 


 બુધવારની રાત્રે રાહુલ ગાંધીનુ ટ્વિટર એકાઉન્ટ કોઇઍ હેક કરી નાખ્યુ હતુ અને તેણે ખરાબ ખરાબ ગાળ પણ હેકર્સે પોસ્ટ કરી હતી. લગભગ નવ વાગે રાહુલ ગાંધીનું એકાઉન્ટ હેક થયુ. હેકર્સે તેમના ખાતામા રાહુલ ગાંધીને સમલૈગિંક કહ્યા અને રાહુલ ગાંધી નો બાયોડેટા પણ બદલી નાખ્યો. પહેલા  #RahulGandhi ના એકાઉન્ટનુ નામ Office of RG હતુ હેકર્સે તે બદલી Office of Retard Gan કરઈ નાખ્યુ હતુ.

રાહુલ ગાંધી નુ એકાઉન્ટ હેક કરી હેકર્સે અનેક દાવા પણ કર્યા…તેમના પરિવાર વિશે અભદ્ર વાતો પણ લખી. હેકર્સે લખ્યુ કે હુ ભારતને કોગ્રેસીઓના હાથથી બચાવવા માંગુ છુ. હેકર્સ પોતાને કોઇ લશ્કર નો સભ્ય બતાવે છે અને ધમકી પણ આપી છે કે પકડાવાની કોશિશ કરી તો બધા રાજ તે ખોલી દેશે…