અમેરિકા સહિત વિશ્ર્વફલક પર હિન્દુત્વની બોલબાલા!
SadhanaWeekly.com       | ૦૮-નવેમ્બર-૨૦૧૬


 

શું કેનેડા અને અમેરિકા સહિતના દેશોમાં હિન્દુત્વની લહેર ચાલી રહી છે ? જે રીતે અહીંના સમાજમાં હિન્દુત્વ વિશે આકર્ષણ થઈ રહ્યું છે તે જોતાં આમ માનવું સહેજ પણ ખોટું નહીં ગણાય. 

ઇસ્લામ અને ઈસાઈયત વિશ્ર્વમાં બે એવા ધર્મ છે કે જે ખુલ્લંખુલ્લા પોતાના ધર્મના પ્રચાર-પ્રસારને પોતાના ધર્મનું અંગ માને છે. જ્યારે તેઓ કોઈનું ધર્માન્તરણ કરે છે, ત્યારે પોતાના ધર્મ પ્રત્યે એક અનોખી સેવા કરી એમ દર્શાવે છે. એમની રાજનીતિ ધર્માંતરણ પર ટકેલી હોય છે. આથી તેઓ પોતાના ધર્મને સેવાના માધ્યમ તરીકે સ્વીકારે છે. એમને વિશ્ર્વાસ છે કે આ પવિત્ર કામની છૂટ એમને તેમનો ધર્મ આપે છે. આથી મિશનરી અને તબ્લીગ એમના ધર્મના મહત્ત્વપૂર્ણ અંગ છે અને તેઓ દુનિયામાં પોતાનું વર્ચસ્વ વધારવાના પ્રયત્નો કરી રહ્યાં છે.
જ્યારે કૃષિપ્રધાન દેશોમાંથી નીકળતા ધર્મ પ્રભુની સત્તાને સંપૂર્ણ વિશ્ર્વમાં સ્વીકારે છે. આથી પરધર્મીઓ પ્રત્યે તેઓ કોઈ ટકરાવ અથવા તો ભેદભાવની ભાવનાને મહત્ત્વ નથી આપતા. એમનું માનવું છે કે સમસ્ત ધરતી માણસ માટે છે. પ્રભુએ દરેકને સમાન ‚પથી જન્મ આપ્યો છે. આથી આ સુંદર દુનિયામાં રહેવા માટે અને નિર્માણ કરવા માટે આ જ યોગદાન રહેવું જોઈએ કે તેઓ શાંતિ અને સદ્ભાવનાથી પોતાનું જીવન વ્યતીત કરે. આથી કૃષિપ્રધાન દેશોમાં કોઈ રાજનૈતિક ટકરાવ તેઓ નથી ઇચ્છતા. એનાથી વિપરીત અરબસ્તાનમાં જન્મેલા ધર્મ રાજનીતિને ધર્મથી અલગ નથી માનતા અને અન્ય આસ્થા ધરાવનારાઓ પર પોતાનું વર્ચસ્વ જમાવીને સ્વયં સત્તાનું સુખ ભોગવવા ઇચ્છે છે.
પરંતુ સમય-સમય પર એવું પણ જોવા મળ્યું છે કે મનુષ્યની વિચારધારા જ્યારે વિકસિત થાય છે, ત્યારે તેઓ કૃષિપ્રધાન દેશોથી આવતા ધર્મો પ્રત્યે આકર્ષાય છે ત્યાં ધર્માંતરણની પણ જ‚ર નથી પડતી, કારણ કે જન્મથી મળેલો ધર્મ અને પોતાના ચિંતન તથા સમજણ દ્વારા સ્વીકારેલો ધર્મ બંનેમાં સંખ્યા અને દર્શનની દૃષ્ટિએ ઘણું અંતર હોય છે, પરંતુ ગુણાત્મક ઢંગથી એ ધર્મ સર પર ચઢીને બોલે છે. જેમાં પારંપરિક વિચાર કરતાં પોતાની બુદ્ધિ અને વિચારનું યોગદાન વધારે હોય છે. દુનિયાના અસંખ્ય લોકો પોતાના ધર્મને બદલે વિચાર અને બુદ્ધિથી ગમેલો ધર્મ સ્વીકારવા માંડ્યા છે. બહાઈ અને હિન્દુત્વ પ્રત્યે પશ્ર્ચિમી રાષ્ટ્રના અસંખ્ય લોકોમાં પરિવર્તનની લહેર દોડી રહી છે. એક સમય હતો કે સંપૂર્ણ અમેરિકા ઈસાઈયતના પ્રભાવમાં હતું, પરંતુ હવે ત્યાં હિન્દુત્વની વિચારધારા પણ વિકસતી જોવા મળે છે. અમેરિકા અને કેનેડાનાં નગરોમાં લોકો હિન્દુત્વની વિચારધારાથી પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે. ત્યા લોકોમાં હિન્દુત્વ પ્રત્યે એટલું આકર્ષણ જોવા મળે છે કે ઈસાઈ મિશનરીઓએ જાણે હાર માની લીધી. આધ્યાત્મિક અને માનવીય પ્રેરણાઓથી પ્રભાવિત થઈને સેંકડો લોકો સ્વયંને હિન્દુ કહેવડાવવા માટે ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. ઈસાઈ મિશનરીઓ અને સરકારો એમની આગળ લાચાર છે. અત્યારે અમેરિકા અને કેનેડા સરકાર માટે સૌથી મોટો માથાનો દુખાવો એ છે કે લોકો પોતાના મૂળ ધર્મની પરંપરાઓને છોડીને સ્વયંને હિન્દુ સમાજનું અંગ કહેવડાવવામાં ગર્વ મહેસૂસ કરે છે.
થોડા દિવસ પહેલાં ઓનલાઇન પર ડગલાસ ટાક દ્વારા લિખિત એક લેખ પર નજર પડી. એનું મથાળું હતું ‘ઝગમગતું’ વૈકુંવર: શું આપણે હિન્દુ બની રહ્યા છીએ ? ગયે વર્ષે ટાઇમ પત્રિકામાં પણ એક લેખ પ્રકાશિત થયો હતો જેનું શીર્ષક હતું ‘અમે બધા હિન્દુ બની ગયા છીએ.’ અહીં આવા લેખો છપાય છે, કારણ કે અહીંના આવા લેખો છપાય છે, કારણ કે અહીંનાં નગરોમાં મોટી સંખ્યામાં ભારતીય વસ્યા છે. અગર જનગણના આંકડા જોઈએ તો ૨૦૦૧ની ગણતરી મુજબ કેનેડામાં સાડા ત્રણ લાખથી વધારે ભારતીયો વસે છે. જ્યારે અમેરિકામાં દસ લાખથી વધુ હિન્દુ છે. જે હિન્દુઓ અહીં આવીને વસે છે તે પોતાની પરંપરાઓ અને તહેવારો પોતાની સાથે લાવ્યા છે અને ધૂમધામથી ઊજવે છે, એટલું જ નહીં ત્યાંની સ્થાનિક જનતાને પણ એમાં જોડે છે. તેઓ પણ હોળી-દિવાળી જેવા તહેવારોમાં સામેલ થાય છે, અને મીઠાઈ તથા પકવાન આરોગે છે.
સહભોજનનું દૃશ્ય તેમને ખૂબ પ્રભાવિત કરે છે અને ભારતીયોના સરળ અને મધુર વ્યવહારથી તેઓ શીઘ્ર એમની સાથે ઓતપ્રોત થાય છે. ત્યાંના સ્થાનિક લોકોને પહેલાં ભય હતો કે તેઓ કોઈ રીતે એમની આસ્થાને ડગાવવાનો પ્રયાસ તો નથી કરી રહ્યા ને ? પરંતુ તેઓ એ સમજી ગયા છે કે હિન્દુઓ કોઈ પ્રકારનું ધર્માંતરણ કરવામાં વિશ્ર્વાસ રાખતા નથી. તેઓ તો પ્રેમ અને અપનત્વની દોરમાં બંધાઈને જનજીવનમાં તલ્લીન બને છે. એમની આ નિર્દોષ ભાવના બધાનું મન મોહી લે છે.
કેનેડા અને અમેરિકાના લોકો હિન્દુ તહેવારોથી ઘણા પ્રભાવિત છે. ત્યાંની મહિલાઓને ભારતીય કપડાં ખૂબ ગમે છે. મકર સંક્રાતિ પર તલના લાડુ માંગે છે. નવરાત્રિમાં તેઓ એકબીજાના હાથ પકડીને ચાલે છે. ભારતીય સંગીત પણ તેઓને આકર્ષે છે. આયુર્વેદ અને યોગાનાં કેન્દ્રો તેજીથી ખૂલી રહ્યાં છે. ૩૦ ટકા કેનેડિયન પુનર્જન્મમાં વિશ્ર્વાસ રાખે છે. એમાં મહિલાઓની ટકાવારી ૧૭ ટકા છે. અહીંના લોકોની જીભે મહેશ યોગી, આચાર્ય રજનીશ અને ચિન્મયાનંદનું નામ સાંભળવા મળે છે. હરે રામ, હરેકૃષ્ણા અને સાંઈભક્તોની ટોળી જોવા મળે તો નવાઈ નહીં. કેનેડામાં શાકાહાર આંદોલન પ્રિય છે અને ભારતીય ધર્મ તથા શાકાહાર સંબંધિત પુસ્તકો ખૂબ વેચાઈ રહ્યાં છે, તેથી અમેરિકા અને કેનેડામાં હિન્દુત્વની લહેર ચાલી રહી છે, એમ કહીએ તો ખોટું નથી.