મોદી જેવું ૧૯૭૮માં મોરારજીએ કર્યુ હતું

 


 

હાલની આર્થિક 'સર્જિકલ સ્ટ્રાઈક' પાછળ ગુજરાતી વડાપ્રધાન ઉપરાંત આરબીઆઈના ગવર્નર અને ગુજરાતી ઉર્જિત પટેલનો ભેજું છે. પણ આવું પહેલા પણ ૧૯૭૮મા બન્યુ હતું. ત્યારે પણ કમાલ કરનારા ગુજરાતીઓ જ હતા.  જ્યારે-જ્યારે બે ગુજરાતી મળે છે ત્યારે આવી સર્જિકલ સ્ટ્રાઈક થવી સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદી અને ઉર્જિત પટેલની ગુજરાતી જોડીની જેમ જ 1978માં વડાપ્રધાન મોરારજી દેસાઈ અને આરબીઆઈના ગવર્નર આઈ જી પટેલની ગુજરાતી જોડીએ કાળા નાણાંને અંકુશમાં લેવા આવા જ આકરા પગલા લીધા હતા.

તે વખતે પણ હાઈ દેમોનિશન બેંક એક્ટ ૧૯૭૮ની હેઠળ ૫૦૦/૧૦૦૦ ની નોટ બંધ કરવામા આવી હતી…૧૬ જન્યુઆરી ૧૯૭૮ ના રોજ આ ફેસલો લેવાયો હતો અને ૨૪ જાન્યુઆરી સુધી નોટ જમા કરાવાનો સમય આપવામાં આવ્યો હતો….