તમારી પાસે 500-1000ની નોટ છે ? ચિંતા ન કરો... પણ આટલું કરો…
SadhanaWeekly.com       | ૦૯-નવેમ્બર-૨૦૧૬


 

 

  • બેન્ક પાસે જાવ…

આધાર કાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ સાથે લઈને બેંકમાં જાવ અને જેમ તમે બેંકમાં રૂપિયા જમા કરાવો છો તેમ ઉપરનું કોઈ પણ કાર્ડ બતાવી તમારી 500-100૦ની નોટો તમારા ખાતામાં જમા કરાવી દો. તમારી પેસ આવું કરવા 50 દિવસનો સમય છે. શાંતિથી કરશો તો પણ થઈ જશે.

  • બેન્કમાં ખાતું નથી…

કઈ વાંધો નહીં.. બેંક નહીં તો પોસ્ટ ઓફિસે જાવ. ત્યાં તમારી 500-1000ની નોટો જમા કરાવી દો.

  • 50 દિવસ પછી શું ?

તો પણ કઈ વાંધો નહીં. 50 દિવસ પછી ગમે ત્યારે આરબીઆઈ પાસે જાવ. એક અરજી કરો. તેમાં 50 દિવસ સુધી નોટ કેમ જમા ન કરાવી તેનું કારણ આપો. તમારું ઓળખ કાર્ડ બતાવો એટલે બેન્ક તમારી નોટો લઈ તમને બદલી આપશે, પણ અહીં 31 માર્ચ, 2017 સુધી જ ચાલુ રહેશે.

 

  • વાપરવા પૈસા નથી ?

એક દિવસની જ વાત છે. એટીએમમાંથી 2000 ‚રૂપિયા દરરોજ નીકળશે. જો ખાતામાં પૈસા હશે તો ! બેન્કમાંથી 10,000 ઉપાડી શકાય છે. બાકી ખરીદી ક્રેડિટ કાર્ડથી પણ થઈ શકે છે. અને હા ૧૦૦ રૂપિયા સુધીની બધી નોટો તમે વાપરી જ શકો છો...

  • માટે ચિંતા ન કરો… દેશ માટે થોડી તકલીફ ઉઠાવો. આ દેશના ભાવિ માટે સારું પગલું છે.

 

આ પણ જાણી લો...

સરકારે એટીએમમાંથી રૂ.2000, બેન્ક એકાઉન્ટમાંથી એક દિવસમાં રૂ.10,000 અને એક સપ્તાહમાં રૂ.20,000 ઉપાડવાની કડક મર્યાદા મૂકી છે .

 હાલમાં બજારમાં 500 રૂપિયાની 16.5 અબજ નોટો સરક્યુલેશનમાં છે જ્યારે 6.7 અબજની 1000 રૂપિયાની નોટો ચલણમાં ફરે છે.

72 કલાક સુધી સરકારી હોસ્પિટલો 500 અને 1000 રૂપિયાની નોટ્સ સ્વીકારશે.

સરકારે પ્રવાસીઓની પરેશાનીને ધ્યાનમાં લઇને 72 કલાક માટે છૂટ આપી છે. તે અનુસાર 72 કલાક સુધી રેલવે ટિકિટ, બુકિંગ કાઉન્ટર્સ, સરકારી બસોના ટિકિટ કાઉન્ટર્સ અને એરપોર્ટસ એરલાઇનની ટિકિટ ખરીદવામાં જૂની નોટ્સ સ્વીકારવામાં આવશે.

ઉપરાંત, પેટ્રોલ પંપ, ડીઝલ અને સીએનજી સ્ટેશનમાં પણ 72 કલાક સુધીમાં 500 અને 1000ની નોટો સ્વીકારવામાં આવશે.


- રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત કન્ઝ્યુમ કો-ઓપરેટિવ સ્ટોરમાં પણ 72 કલાક સુધી જૂની નોટસ ચાલશે.


- રાજ્ય સરકારના અધિકૃત દૂધ કેન્દ્રો પર પણ 72 કલાક આ નોટસ વટાવી શકાશે.


- સ્મશાન અને કબ્રસ્તાનમાં પણ 72 કલાક સુધી 500 અને 1000ની નોટ્સ સ્વીકારાશે.

 

વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે જૂની નોટ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેન્ક કે પોસ્ટ ઓફિસમાં બદલાવી શકાશે. તમે કોઇ પણ બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જઇને તમારી પાસેની 500 અને 1000ની નોટ બદલી શકશો.


  1. જો તમે 30 ડિસેમ્બર 2016 સુધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ્સ જમા ન કરાવી શકો તો તે પછી તમે 31 માર્ચ, 2017 સુધી આરબીઆઇની બ્રાંચમાં જમા કરી શકશો.

  2. આરબીઆઇમાં નોટ્સ જમા કરવા માટે તમારે તમારું ઓળખપત્ર (આઇડી પ્રુફ) રજૂ કરવાનું રહેશે. તે પછી જ તમારી નોટ્સ જમા થઇ શકશે.

  3. 10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી 4000 રૂપિયા સુધીની મર્યાદામાં જૂની 500 અને 1000ની નોટ્સ બદલી શકાશે. 15 દિવસ પછી એટલે કે 25 નવેમ્બરથી 4000 રૂપિયાની મર્યાદા વધારાશે.

 

કયા આઇડી પ્રુફ બતાવશો?


- 500 અને 1000ની નોટ્સ જમા કરવા માટે તમારે આઇડી પ્રુફ તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઇડી કાર્ડ, બેન્ક આઇડી. પોસ્ટ ઓફિસ આઇડીનો ઉપયોગ કરી શકશો.

-આરબીઆઇ અનુસાર, દેશમાં હાલના સમયે 2 લાખથી વધારે એટીએમ છે. આશરે 1.4 લાખ બેન્ક બ્રાંચ છે. તેમાં બેન્ક, ક્ષેત્રિય ગ્રામીણ બેન્ક અને કોઓપરેટિવ બેન્કની બ્રાંચિસનો સમાવેશ થાય છે.


- એ જ રીતે, 1.5 લાખથી વધારે પોસ્ટ ઓફિસ છે. નોટ બદલવા માટે કોઇ પણ બેન્ક બ્રાંચ કે પોસ્ટ ઓફિસમાં જઇ શકાય છે.

 

 

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટ્સ પર કાયદેસર રીતે બંધ કરવાની જાહેરાત કર્યા પછી તરત નવી નોટ્સની જાણકારી ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ સહિત આર્થિક બાબતોના સલાહકારોએ એક સંયુક્ત કોન્ફરન્સ કરી. તેમાં જણાવવામાં આવ્યું કે 10 નવેમ્બરે નવી નોટસ રીલિઝ કરવામાં આવશે. આરબીઆઇએ સેમ્પલ તરીકે 500 અને 2000ની નવી નોટ્સ જારી કરી...