આ મિયાંભાઈની ડેરિંગ ઠાકરે સામે ઓછી થઈ ગઈ!
SadhanaWeekly.com       | ૧૩-ડિસેમ્બર-૨૦૧૬


 

શાહરુખ ખાનની રઈશ ફિલ્મ આવી રહી છે. એવું કહેવાય છે કે આ ફિલ્મ અમદાવાદના કુખ્યાત ડોન અબ્દુલ લતિફના જીવન પર આધારિત છે. ફિલ્મનું શુટિંગ ગુજરાતમાં થયું છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન છે. પાકિસ્તાની કલાકાર પર પ્રતિબંધ લગાવવાની વાત દેશમાં ચર્ચાઈ હતી. તેને લઈને હવે રઈશ ફિલ્મ વિવાદમાં ફસાયેલી છે. રાજ ઠાકરેએ તો કહી દીધું છે કે આ પાકિસ્તાની કલાકારને હટવો નહીં તો ફિલ્મ રીલિઝ થવા દેવાશે નહીં. હવે માહિરા ખાન નામની આ પાકિસ્તાની કલાકારને ફિલ્મમાંથી કાઢવી તો શક્ય નથી અને શાહરુખ ખાન આવું કરી પણ કેવી રીતે શકે!

શાહરુખ તો હમેશાં કલાકારોના પક્ષમાં બોલ તો હોય છે પછી ભલે ને તે પાકિસ્તાનના કેમ ન હોય. ફ્રિડમ ઓફ સ્પિચનો તે હિમાયતી છે. માઈ નેમ ઈઝ ખાન ફિલ્મ વખતે તેણે કોઈની પરવા કરી ન હતી. પણ રઈશ ફિલ્મમાં શાહરુખ કેમ જુકી ગયો?

હમણા જ રાજ ઠાકરેની ઘરે જઈને સાક્ષાત દંડવત કરીને શાહરુખ આવ્યો છે. પ્રાર્થના કરીને આવ્યો છે કે પ્લીસ હવે હું મારી ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર નહીં લવું આ ફિલ્મ રીલીઝ થવા દો.

શું થયું આ રીલ લાઈફના ડોનને? એક “પોલિટિક્સ દાદા” સામે આ ડોન ઝૂકી ગયો. ફિલ્મ રઈશમાં એક ડાયલોગ છે. બનિએ કા દિમાગ, મિયાભાઈ કી ડેરિંગ… ક્યાં ગઈ આ ડેરિંગ ફિલ્મમાં એક બીજો પણ ડાયલોગ છે. ગુજરાત કી હવામેં વેપાર હે સાહેબે… લાગે છે કે વેપાર કરવામાં આ મિયાભાઈની ડેરિંગ ઓછી થઈ ગઈ છે. સમજવા જેવી વાત એ છે કે જે દેશની સરકારે આ કલાકરો સામે કોઇ પ્રતિબંધ નથી મુક્યો તે દેશમા એક મામૂલી નેતા આવું કરાવી શકે છે! આને તમે શું કહેશો?