નવી નોટોની અછત પાછળનું આ કારણ જાણશો તો તમે સરકારને ૫૦ દિવસ આપી જ દેશો…!
SadhanaWeekly.com       | ૧૩-ડિસેમ્બર-૨૦૧૬


બેન્કોમાં નાણાંની અછત અને ધીમી આપૂર્તિને લઈને વિપક્ષો સરકારને નિશાન બનાવી કહી રહ્યા છે પરંતુ આની પાછળની સરકારની ચોક્કસ રણનીતિ લાગે છે.

નરેન્દ્ર મોદી જાણતા હતા કે, કાળાધનના ધૂરંધરો બેન્કોમાં નવું ચલણ આવતાની સાથે જ પોતાના કાવા-દાવા શરુ કરી દેશે, માટે પ્રથમ મહિનામાં બેન્કોને પૈસાની આપૂર્તિ ખૂબ જ ધીમી રાખવામાં આવી અને તે 30 ડિસેમ્બર સુધી એવી જ મંથર ગતિએ ચાલવાની છે. સરકાર કાળાનાણાંના કારોબારીઓની કમર તોડવા માંગે છે. સરકાર ગમે તેમ કરી કાળાનાણાંને 30 ડિસેમ્બર પહેલા બેન્કમાં જમા થતું રોકવા માગે છે. તેવામાં જો બેન્કોમાં પૂરતા પ્રમાણમાં બેન્કોમાં રુપિયા આવવા લાગે તો આ લોકો પોતાની વગ વાપરીને મોટા પ્રમાણમાં નવા ચલણ પર કબ્જો જમાવી શકે છે. એક અનુમાન મુજબ દેશના રાજનેતાઓ અને નોકરશાહી માફિયાઓએ 1.5 લાખ કરોડની નવા ચલણ પર પોતાનો કબજો કરી ચૂક્યો છે.

પરંતુ હવે સરકારે બેન્કોમાં નાણાંની સપ્લાય જ ધીમી કરી તેમના માટે તમામ રસ્તા બંધ કરી દીધા છે. પરિણામે આ ગેંગ રઘવાયી બની છે.

કેશલેશ ઇકોનોમિની વાત પણ વર્તમાન સરકારે ખૂબ જ ચાલાકી પૂર્વક રમતી મૂકી છે. નરેન્દ્ર મોદી જાણે છે કે, નાણાની અછત દૂર કારવા કેશેલશ લેવડ-દેવડ વધારવી પડશે. અને ગમે તે થાય નવી નોટો પૂરતી હોવા છતાં લોકોને નવી નોટો જોઈતી હોય તેટલી નહિ જ મળે. આ સરકારની જ એક ચાલ્ છે. એટલે ૫૦ દિવસ તો આ સરકારને આપવા જ પડે… વડાપ્રધાને મોટા મોટા રાજનેતાઓનો નજીકના વ્યક્તિઓને ત્યાં પણ છાપા પડાવવાના શરુ કરી દીધા છે અને મોટામોટા નેતાઓના માથે 30 ડિસેમ્બર બાદ સીધી કાર્યવાહીનું જોખમ તોબાઈ રહ્યું છે.

તેવામાં પૂર્વ શાસક પક્ષ કોંગ્રેસ એક જ નંબરની બે નોટોનું કૌભાંડમાં સીધી જ ફસાઈ શકે છે. અગસ્તા વેસ્ટલેન્ડમાં પૂર્વ વાયુસેના અધ્યક્ષ એસ.કે. ત્યાગીની ધરપકડથી કોંગ્રેસમાં ફફડાટ સોનિયા ગાંધી હોય કે માયાવતી કે પછી મૂલાયમ કે કેજરીવાલ તમામે તમામમાં સરકારના ૩૦ ડિસેમ્બર બાદના સંભવિત પગલાથી ફફડાટ છે. પરિણામે સાંસદમાં ધમાલ મચાવી સરકાર પર દબાણ લાવવા માંગે છે. જે હદે વડાપ્રધાન મોદીને નોટબંધી બાદ જનતાનું પૂરું સમર્થન મળ્યું છે. ત્યારબાદ વડાપ્રધાન મોદી પૂરા રંગમાં છે હવે  ત્યારે જોવાનું કે 30 ડિસેમ્બર બાદ મોદીની સર્જિકલ સ્ટ્રાઈક કોના પર થાય છે.