હવે બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ૫૦૦૦થી વધુની જૂની નોટો જમા નહિ કરાવી શકો.
SadhanaWeekly.com       | ૧૯-ડિસેમ્બર-૨૦૧૬

 


 

નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ મોટી નોટો હવે  બેંક ખાતાઓમાં વારંવાર જમા નહીં કરાવી શકાય. સરકારે હવે બેન્કોમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટ જમા કરવાની સીમા નક્કી કરી છે. નવા આદેશ પ્રમાણે, હવે તમે 30 ડિસેમ્બર સુધી એક એકાઉન્ટમાં 5000 રૂપિયાથી વધુ મૂલ્યની જૂની નોટ ફક્ત એકવાર જમા કરાવી શકશો. બેન્ક એકાઉન્ટ મારફતે બ્લેકમનીને સફેદ કરવા પર પ્રતિબંધ લગાવવા સરકારે આ નવો નિર્ણય લીધો છે.

નવા આદેશ મુજબ હવે તમે ૩૦મી ડિસેમ્બર સુધીમાં એક એકાઉન્ટમાં ૫૦૦૦ રૂપિયાથી વધુ મૂલ્યની જૂની નોટો ફકત એક જ વાર જમા કરી શકશો. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે ૫૦૦૦થી ઓછી રકમ જમા કરવા માટે કોઈ શરત લાગુ નથી. આનો અર્થ એ પણ થયો કે જો તમારે ૫૦૦૦થી વધુ રૂપિયાની જૂની નોટો બે વાર જમા કરાવવી છે તો તમે તેના માટે બે ખાતાનો પ્રયોગ કરી શકો છો.

અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે 5000થી ઓછી રકમ જમા કરવા માટે કોઈ શરત લાગુ નથી. આનો અર્થ એ પણ થયો કે જો તમારે 5000થી વધુ રૂપિયાની જૂની નોટો બે વાર જમા કરાવવી છે તો તમે તેના માટે બે ખાતાનો પ્રયોગ કરી શકો છો.