હું તો મારી માં નો દિકરો છું...
SadhanaWeekly.com       | ૦૨-ડિસેમ્બર-૨૦૧૬


સન ઑફ મધર લખાવાનો યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે.
સ્ત્રીના ઘણાં સ્વરૂપ છે. તેના પર ઘણું બધું લખાયું પણ છે, પરંતુ જ્યારે પણ નામની વાત આવે ત્યારે સંતાન પાછળ પિતાનું નામ જ લખાય છે. ત્યારે માતાનું નામ જાણે ક્યાંય ખોવાઈ જાય છે, પરંતુ થોડા સમય પહેલાં જ જાણીતી ટીવી ચેનલ પર એક નઈ સોચના સ્લોગન સાથે એડ શરૂ થઈ છે, જે આજના યુવાનોમાં ઘણી ફેવરિટ બની છે. હવે યુવાનો પણ વોટ્સએપ, ફેસબુક પર પોતાની માતાનું નામ લખતા થયા છે. આજકાલ યુવાનો સન ઑફ મધરના નામ પાછળ ક્રેઝી બન્યા છે. સદીઓથી સંતાનો પાછળ પિતાનું નામ જ લખાય છે અને તેના વિશે ક્યારેય કોઈ કશું કહેતું નથી. ત્યારે આજકાલ યુવાનોએ સન ઑફ મધર બનીને એક નવો અધ્યાય શરૂ કર્યો છે. એક એડમાં ક્રિકેટર ધોનીએ સન ઑફ દેવકી નામનું ટીશર્ટ પહેર્યું હતું. ત્યારે કોઈ પત્રકારે પૂછ્યું ટીશર્ટ પાછળ તમારી માતાનું નામ કેમ લખ્યું છે ? ત્યારે ધોનીએ સુંદર જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી મારા નામની પાછળ મારા પિતાનું નામ લખાતું હતું ત્યારે તો તમે કશું નહોતા પૂછતા તો હવે કેમ પૂછો છો ? અને આ જવાબ સાંભળી બધા શાંત થઈ ગયા હતા. આ એડ જોઈને યુવાનોમાં પણ માતૃપ્રેમ જાગી ઊઠ્યો છે. માત્ર ધોની જ નહીં વિરાટ કોહલીએ પણ પોતાની માતાનું નામ લખેલું ટીશર્ટ પહેર્યું હતું. આ ક્રિકેટરોને જોઈને આજના યુવાનો પણ ક્રેઝી બન્યા છે. યુવાનો વોટ્સ એપ સ્ટેટસમાં પોતાની માતાનું નામ લખે છે જ્યારે ફેસબુક અને અન્ય સોશિયલ સાઇટ પર પોતાની માતાના નામવાળા ફોટા મૂકે છે. ટીશર્ટ પહેરે છે, સન ઑફ મધરના લોગો લગાવે છે. પોતાના વ્હીકલ પર ઓમ્ ગિફટ લખાવે છે.
જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી તો પહેલેથી જ પોતાના નામની પાછળ પોતાની માતાનું નામ લખાવે છે. હવે યુવાનોમાં પણ ધીમેધીમે માતાનું નામ લખવાનો અને સન ઑફ મધર તરીકે ઓળખાવાનો શોખ વધતો જાય છે.

વિરાટ કોહલી એક જાહેરાત મા કહે છે સન ઓફ સરોજ જે તેની માતા નું નામ છે....