રશિયાના રાજદૂતનું તુર્કીમાં એન્કાઉન્ટર : જુઓ Live Video
SadhanaWeekly.com       | ૨૦-ડિસેમ્બર-૨૦૧૬

 


 

એકવાર ફરી અલ્લાહ, મજહબના નામે તુર્કીમાં રશિયાના એક રાજદૂતને મારી નંખાયો છે. રશિયાના રાજદૂત આંદ્રે કારલોવની તુર્કીના અંકારીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ સમયે તેઓ એક આર્ટ ગેલેરીમાં ઉદ્‌ઘાટન સમયે ભાષણ આપવા આવ્યા હતા. મેવલુત મેર્ત એડિન્ટાસ નામના યુવાને રાજદૂતને સાત ગોળી મારી હતી.

ઉલ્લેખનીય વાત એ છે કે ગોળી માર્યા બાદ હુમલાવર ખૂબ મોટે મોટેથી બોલી રહ્યો હતો કે “અલ્લાહો અકબર… અલેપ્યો ને ન ભૂલો, સીરિયાને ન ભૂલો, જે મુહમ્મદ માટે નિષ્ઠાવાન છે તે જિહાદ કરે.. પાછળ હટી જાવ. માત્ર મોત જ તમને અહીં સુધી લઈ જશે.”  જો કે ત્યાર પછી પોલીસ આવી અને આ હુમલા ખોરને મારી નાખવામાં આવ્યો.

આ રહ્યો વીડિયો જુઓ…