કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભાજપના નેતા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને કોંગ્રેસના બે દિગ્ગજ નેતા ફસાઈ ગયા.
SadhanaWeekly.com       | ૨૨-ડિસેમ્બર-૨૦૧૬


રાહુલ ગાંધી ગુજરાતમાં મહેસાણામાં આવ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યા કે તેમણે 65 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ આરોપ પછી ભાજપના રવિશંકર પ્રસાદનું બયાન આવ્યું કે વડાપ્રધાન ગંગા જેવા પવિત્ર છે. બસ આ વાક્ય કોંગ્રેસના નેતા સંજય નિરુપમને ગમ્યું નહીં અને તેમણે ટ્‌વીટ કર્યું કે રવિશંકર પ્રસાદ “બોરિંગ કેનાલ રોડ નાલા” છે. આ પટનાના એક ગંદા નાળાનું નામ છે, જે ગંગાને પ્રદૂષિત કરી રહ્યું છે.

આટલું લખ્યા પછી રવિશંકરને આ “નાળું” સાબિત કરવા સંજય નિરુપમે એક ફોટો કોપી પણ ટ્વીટ કરી જેમાં સહારાએ કોને-કેટલા પૈસા આપ્યા છે, તે બધાના નામ છે. આ લિસ્ટમાં છેલ્લે રવિશંકર પ્રસાદનું નામ છે. જેમાં લખાયું છે કે રવિશંકર પ્રસાદને 1.25 કરોડ રુપિયા અપાયા છે.સંજયભાઈને ખબર હશે કે કેમ પણ આ યાદીમાં બે કોંગ્રેસના દિગ્જનેતાઓના પણ નામ છે. એક છે સલમાન ખુર્શીદ અને બીજા છે દિગ્વીજય સિંહ. આ લિસ્ટ પ્રમાણે દિગ્વીજય સિંહને 29 લાખ અને સલમાન ખુર્શીદને ત્રણ વાર દસ-દસ લાખ સહારા દ્વારા મળ્યા છે તેવી નોંધ છે.

હવે આ લીસ્ટ ખુદ કોંગ્રેસનેતા સંજય નિરુપમે જ પોસ્ટ કરી છે. બિચારા આરોપ લગાવવા ગયા પ્રસાદ પર અને તેમાં બે પોતાના જ નેતા પણ ફસાઈ ગયા.