જનધન ખાતામાંથી પૈસા ન નિકાળો..તે તમારા થઇ જવાના છેઃ વડાપ્રધાન
SadhanaWeekly.com       | ૦૩-ડિસેમ્બર-૨૦૧૬


 

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પ્રધાનમંત્રી મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પરિવર્તન રેલીને સંબોધન કર્યું હતું.

આ દરમિયાન તેમણે જનધન ખાતામાં જમા થયેલા પૈસા પર મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મારા ગરીબભાઇઓ તમારા ખાંતામાં ભરેલા નાણાં તમે ઉપાડતા નહિ.હુ એક યોજના લાવી રહ્યો છું જેનાથી જે ધનકુબેરોએ તમારા ખાંતામાં પૈસા ભરાવ્યા છે તે તમારા થઈ જશે અને કાળાઅ ધનકુબેરોને જેલ થસે…

મે લાઈનોને ઓછી કરવા એક છેલ્લો પ્રયોગ કર્યો છે…

મને વિશ્વાસ છે ભારતની જનતા મને સાથ આપસે…ભારતની જનતાને એ ખબર પડે છે કે કોઇનો ઇરાદો નેક છે તો પછી તે પ્રયાસ કરનારને સાથ આપે છે. તેના પર વિશ્વાસ કરે છે. પછી તે રાષ્ટ્ર હિતમાં બધુ સહન કરવા તૈયાર થઇ જાય છે.

વડાપ્રધને કહ્યું હુ ખેડૂતોને સલામ કરૂ છું તેમણે તકલીફો હોવા છતાં પાકમાં કમી નથી આવવા દિધી, ગયા વર્ષ કરતા પાકમાં વધારો છે.

પીએમ મોદીએ કહ્યું વિકાસ જરૂરી છે, જે મુરાદાબાદના પીતળના કારણે દેશના તમામ ઘરો ચમકી  રહ્ય છે તે શહેર અંધારામાં છે. તેમણે કહ્યું દેશમાંથી ગરીબી દૂર કરવી હોય તો સૌ પહેલા મોટા રાજ્યોમાંથી ગરીબી દૂર કરવી પડશે.

દેશ ડિજિટલ થઇ રહ્યો છે.આ પ્રયાસને આપણે આગળ વધારવો જોઇએ. જેના થકી દેશ ભ્રષ્ટાચાર મુક્ત થઈ શકે