તો ભારતની રાષ્ટ્રીય આવક ૨૭ ટકા વધી શકે છે!
SadhanaWeekly.com       | ૦૩-ડિસેમ્બર-૨૦૧૬
ક્રિસ્ટીન લગાર્દે

ભારતની રાષ્ટ્રીય આવક ૨૭ ટકા વધારી શકાય છે, પરંતુ તેના માટે ભારતની મહિલાઓને અહીંની નોકરી-વ્યવસાયમાં પુરુષોની બરાબર ભાગીદારી આપવામાં આવે. આ વાત કહી છે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઈએમએફ)ના પ્રબંધ નિર્દેશક ક્રિસ્ટીન લગાર્દેએ. તેઓએ કહ્યું હતું કે જો મહિલાઓની સંસ્થા નોકરી-વ્યવસાયમાં પુરુષોની બરાબર થઈ જાય તો અમેરિકાની રાષ્ટ્રીય આવકમાં પાંચ ટકા, જાપાનમાં ૯ ટકા અને ભારતમાં ૨૭ ટકાનો વધારો થઈ શકે તેમ છે. તેઓએ કહ્યું હતું કે ભારતમાં મહિલાઓની આબાદી ૬૦ કરોડથી પણ વધુ છે. તેની સામે ત્યાંની શ્રમશક્તિમાં મહિલાઓની ભાગીદારી માત્ર ૨૭ ટકા છે. જ્યારે વૈશ્ર્વિક સ્તરે આ આંકડો ૪૦ ટકાથી ઉપર છે.