અહીં વાંદરાના બચકું ભરવાથી  કોમી રમખાણો ફાટી નીકળે છે!
SadhanaWeekly.com       | ૦૩-ડિસેમ્બર-૨૦૧૬


એક સ્કૂલની વિદ્યાર્થિની પર વાંદરાના હુમલાથી લીબિયામાં હિંસા સર્જાઈ ગઈ છે. છોકરી પર થયેલા હુમલા બાદ લીબિયામાં ભડકેલી હિંસામાં અત્યાર સુધીમાં ૨૦ લોકોનાં મોત નીપજ્યાં અને ૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. દક્ષિણ લીબિયાની બે પ્રમુખ જનજાતિઓ વચ્ચે આ હિંસા ત્યારે ભડકી જ્યારે ગદ્દાફા જનજાતિના એક દુકાનદારના એક પાલતુ વાંદરાએ બીજી જનજાતિની છોકરી પર હુમલો કર્યો. છોકરીના પરિવારજનોએ આ હુમલાનો બદલો લેવા માટે બંદર સહિત ગદ્દાફા જનજાતિના ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યાર બાદ બંને જનજાતિઓ વચ્ચે શરૂ થયેલી લડાઈ દિવસો સુધી ચાલી હતી. સ્થાનિક રિપોર્ટસ મુજબ, વાંદરાએ સ્કૂલે જઈ રહેલી છોકરીઓના ગ્રુપ પર હુમલો કર્યો હતો. વાંદરાએ અલવાદ જનજાતિની એક છોકરીનો હેડસ્કાર્ફ ખેંચી લીધો અને તેની પર હુમલો કરી બચકું ભરી ઈજા પહોંચાડી હતી. હુમલો કરનારો વાંદરો ગદ્દાફા જનજાતિના એક દુકાનદારનો હતો, જેના કારણે અલવાદ જનજાતિના લોકોએ જે ત્રણ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેઓ તે સમયે વાંદરા સાથે હતા.