તમે જ નક્કી કરો આ માણસો છે કે જાનવરો?
SadhanaWeekly.com       | ૦૩-ડિસેમ્બર-૨૦૧૬


 

દરેક તહેવાર નો એક હેતુ હોય છે. તહેવાર એટલે ભેગા મળીને આનંદ કરવો,મજા કરવી પણ કેટલાક તહેવારો એવા હોય છે જેમા માત્ર અને માત્ર તમને ક્રુરતા જ જોવા મળશે. આ કૃરતાનો ભોગ બને છે બિચારા મુંગા જાનવરો. અમાય બલિ ચઢાવાવા નો રીવાજ તમે સાંભળ્યો હશે. આસ્થા અને કુપ્રથાના નામે પ્રાણીઓ સાથે જે અમાનવીય વ્યવહાર થાય છે તે જોઈને થરથરી જવાય.  આવો જ એક રીવાજ છે નેપાળમાં….જેનુ નામ છે દેવપોખરી… નેપાળના દેવપોખરી ફેસ્ટિવલ વર્ષો જૂની પરંપરાને કારણે જાણીતો છે. 900 વર્ષ જૂના આ ફેસ્ટિવલમાં એક બકરીને તળાવમાં ફેકવામાં આવે છે અને ગામના લોકો બકરીને મારવાનું શરૂ કરે છે. આ ફેસ્ટિવલના ફોટા જોસો તો ખબર પડશે કે ગામના લોકો રીતસજ ક્રુરતાની બધીજ હદ વટાવી દે છે.  આ કૃરતાનો ખેલ જોવા અહિં ગામ આખું ભેગુ થાય છે. પણ દુઃખની વાત એ છે કે જોનારા કોઇના મનમાં એ બકરી પ્રત્યે જરા પણ લાગણી નો ભાવ દેખતો નથી…હા માત્ર બાળકોની આંખોમા જરૂર એ મુંગા પ્રાણી પ્રત્યેની દયા જોવા મળે છે. બાકી લોકો તો તેનો આંનદ દર વર્ષે લે છે.

કેવો છે આ ફેસ્ટિવલ....?


  - આ તહેવાર નેપાળીઓનો છે જે છેલ્લા ૯૦૦ વર્ષોથી તેઓ ઉજવે છે.

આ તહેવાર નો સૌથી ખરાબ ભાગ છે આમા ખેલાતી એક પ્રતિયોગીતા.

- જેવી રીતે અનેક સ્થળો પર બલી ચડાવવાનો રિવાઝ છે તેવી જ રીતે અહીં બકરીની બલી દેવામાં આવે છે.

- ગામની વચ્ચો વચ એક  રુદ્રાયની મંદિર છે તેની પાસે દેવ તળાવ છે આ તળાવમાં પાંચથી છ મહિનાની એક બકરી ફેકવામાં આવે છે. તેની સાથે ગામના નવયુવાનોનું એક ટોળુ પણ તળાવમા કૂદે છે. અને બકરીની ખેંચા ખેંચ કરી પાણીમાં જ તેને મારી નાખવાનું શરૂ કરે છે.
બકરી મરે ન્હિ ત્યાં સુધી આ ખેલ ચાલે છે.

- આ યુવાનોને કહેવામાં આવે છે કે જે બકરી ને સૌથી પહેલા તળવમાંથી બહાર નિકાળશે તે વિજેતા ગાણાશે…બસ પછી વિજેતા બનવાનો ખેલ શરૂ થાય છે જે બકરીની બલિના નામે પૂરો થાય છે….આ સ્પર્ધા પછી તેનો આંનદ માળવામાં આવે છે…બધા ડાન્સ કરે છે અને છુટા પડે છે.

  -જો કે  ઓર્ગેનાઈઝેશન એનિમન વેલફેર નેટવર્ક નેપાળ સતત ફેસ્ટિવલની આ પરંપરા વિરુદ્ધમાં કેમ્પેઈન ચલાવી રહ્યું છે.પણ કોઈ પરિણામ મળ્યુ નથી…

જુવો બીજા કેટલાક ફોટા.....