ચોર બન્યો ચોકીદાર
SadhanaWeekly.com       | ૧૫-એપ્રિલ-૨૦૧૬


એક હતું નગર. એમાં એક સાધુ મહાત્માનો સત્સંગ ચાલતો હતો. તે સાંભળવા દૂરદૂરથી અનેક લોકો આવ્યા હતા. તેમાં એક ચોર પણ હતો. તે ભારે ખૂંખાર હતો. પૈસા માટે કોઈનું ખૂન કરતાં પણ અચકાતો નહીં. ચોરે વિચાર્યંુ હતું. કથા પૂરી થશે એટલે રાત પડી જશે. લોકો પોતપોતાના ઘરે જશે. એ સમયે અંધારાનો લાભ લઈને કોઈ મોટા માણસને લૂંટી લઈશ અને માલામાલ થઈ જઈશ.
સભામાં મહારાજ કહી રહ્યા હતા. થોડો સમય પણ સત્સંગમાં બેસવાથી લાભ થાય છે. તમારું જીવન ઊજળું બને છે. ભલે તમે ગમે તે ઇરાદાથી સત્સંગ સાંભળવા આવ્યા હો, તમારા મન પર તેનો જ‚ર પ્રભાવ પડે છે.
ચોરને લાગ્યું મહાત્મા તો બહુ જ્ઞાની લાગે છે. તે મને ઓળખી ગયા લાગે છે, એટલે જ તેમણે આમ કહ્યું નહીંતર મારા ઇરાદાની તેમને કેવી રીતે ખબર પડે ?
કથા પૂરી થઈ. અંધારું થવા આવ્યું હતું. બધાં વિખરાઈને પોતપોતાને ઘરે જવા રવાના થયા. સાધુ એકલા પડ્યા એટલે પેલો ચોર મહાત્માજી પાસે પહોંચ્યો. તેણે સાધુને પ્રણામ કરીને કહ્યું, "મહારાજ, હું પાપી ચોર છું. કુટુંબના ભરણપોષણ માટે મારે ચોરી કરવી પડે છે. ચોરીની આદત મારાથી છૂટતી નથી. પૈસાની લાલચમાં મેં કેટલાયને લૂંટ્યા છે. કેટલીય હત્યાઓ કરી છે. શું મારો ઉદ્ધાર નહીં થાય ? મારે માટે કોઈ ઉપદેશ આપો.
મહાત્માએ તેને કહ્યું, "તું સાચું બોલવાનું વ્રત લે. ગમે તેવા સંજોગોમાં પણ જૂઠું બોલવું નહીં તેની પ્રતિજ્ઞા લે.
ચોર તો રાજીના રેડ થઈ ગયો. તેણે વિચાર્યંુ, સારું થયું મહાત્માજીએ મને ચોરી ન કરવાની પ્રતિજ્ઞા ન લેવડાવી. હવે કંઈ વાંધો નહીં. સાચું બોલવાનું વ્રત તો સહેલાઈથી પાળીશ.
ચોર અંધારામાં ચાલતો ચાલતો જતો હતો. ત્યાં તેની નજર રાજમહેલ પર પડી. તેણે રાજમહેલમાં ચોરી કરવાનો વિચાર કર્યો. તે રાજમહેલના દરવાજા આગળ પહોંચ્યો.
ચોકીદારે તેને રોક્યો અને પૂછ્યુંં, "કોણ છે તું ?
ચોરે કહ્યું, "ચોર.
ચોકીદારને લાગ્યું ચોર કાંઈ થોડી પોતાની ઓળખ આપીને ચોરી કરવા
જાય ? જ‚ર રાજમહેલનો કર્મચારી હશે.
તેણે રસ્તો ખુલ્લો કરતાં કહ્યું, "અરે ભાઈ, હું તો અમસ્તો પૂછી રહ્યો છું. એમાં નારાજ શા માટે થાઓ છો. જાઓ.
ચોર રાજમહેલમાં પ્રવેશ્યો. સોનામહોરો અને ઝવેરાતની પેટી લઈને તે બહાર નીકળ્યો. ફરીથી ચોકીદારે તેને રોક્યો અને પૂછ્યું, "શું લઈ જાય છે ?
ચોરે ગભરાયા વિના કહ્યું, "ઝવેરાતની પેટી.
ચોકીદારે કહ્યું, "કોને પૂછીને લઈ જાય છે ?
ચોરે વિચાર્યંુ મેં મહાત્માજી પાસે સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી છે એટલે મારે સાચું તો કહી દેવું જોઈએ. જો સાચું બોલવાથી મને ચોકીદાર જવા દેશે તો જીવનભર ચોરી કરવાનું છોડી દઈશ.
તેણે કહ્યું, "એમાં વળી કોને પૂછવાનું ?
ચોકીદારને લાગ્યું જ‚ર આ કોઈ સાધારણ પેટી લઈને જઈ રહ્યો છે. ચોર થોડું આમ કહીને લઈ જાય ? જ‚ર આ કોઈ રાજમહેલનો કર્મચારી હશે.
ચોકીદારે કહ્યું, "સારું, જાઓ.
ચોર તો ઝવેરાતની પેટી લઈને રવાના થઈ ગયો. સવાર પડી. રાજમહેલમાં ખબર પડી કે ઝવેરાતની પેટી ચોરાઈ ગઈ છે. ચારે બાજુ હાહાકાર મચી ગયો. રાજાએ સૈનિકોને હુકમ કર્યો, "જાઓ, ચોરને ગમે ત્યાંથી પકડી લાવો. પેટીમાં તો ખૂબ કીંમતી ઝવેરાત હતું.
સૈનિકો નગરનો ખૂણોખૂણો ફરી વળ્યા, છેવટે તેમણે ચોરને ઝવેરાતની પેટી સાથે પકડી પાડ્યો.
બીજા દિવસે ચોરને રાજાના દરબારમાં લાવવામાં આવ્યો.
રાજાએ પૂછ્યું, "આટલો બધો ચોકીપહેરો હોવા છતાં રાજાના મહેલમાંથી ચોરી કેવી રીતે કરી ?
ચોરે કહ્યું, "હું તો તમારા ચોકીદારને કહીને જ રાજમહેલમાં દાખલ થયો હતો અને તેને કહીને જ પેટી લઈ ગયો હતો.
રાજાએ ચોકીદારને પૂછ્યું, "શું આ વાત સાચી છે ?
ચોકીદારે કહ્યું, "મહારાજ, મને એમ કે આ કોઈ રાજમહેલનો કર્મચારી હશે એટલે મેં તેને જવા દીધો. ચોર કહીને ચોરી કરવા કોઈ કેવી રીતે આવે ?
રાજાએ ચોરને સાચું બોલવાનું રહસ્ય પૂછ્યું.
ચોરે કહ્યું, "મેં સાધુ મહારાજના સત્સંગ વખતે તેમની પાસે સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેને હું કઈ રીતે તોડું ?
રાજા ચોરથી ખૂબ પ્રભાવિત થયો.
નોકરીમાં બેદરકારી રાખવા બદલ ચોકીદારને સજા કરવામાં આવી. જ્યારે સાચું બોલનાર ચોરને રાજમહેલનો મુખ્ય ચોકીદાર બનાવવામાં આવ્યો.
ચોરે મનોમન સાધુ મહારાજને પ્રણામ કર્યાં. જીવનભર તેણે સત્યધર્મનું પાલન કર્યંુ.

ધીરગંભીર સ્વામી દયાનંદ


મહર્ષિ સ્વામી દયાનંદે સમાજ-સુધારાનાં મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યાં છે. કેટલાક વિરોધીઓ તેમની ખૂબ ઈર્ષ્યા કરતા હતા. એક દિવસ પોતાના ગુસ્સો કાઢવા માટે તે લોકોએ વિચિત્ર જુલુસ કાઢ્યું. તેમણે ગધેડાના ગળામાં એક તખ્તી લગાવી, જેના પર લખ્યું હતું, "સ્વામી દયાનંદ. ભીડ તે ગધેડાને દરેક રીતે હડધૂત કરી રહી હતી. આ સમાચાર કોઈએ સ્વામીજી સુધી પહોંચાડ્યા. દયાનંદે પોતાનું સંતુલન ન ગુમાવ્યું. ગંભીર મુદ્રામાં તેમણે માત્ર એટલું જ કહ્યું, "હા ભાઈ, નકલીની તો આવી જ દુર્ગતિ થાય છે. નકલી દયાનંદનો ઉપહાસ થવાનો જ હતો અને તે થઈ પણ રહ્યો છે. મહાન પુરુષ પ્રશંસા હોય કે નિંદા, ઉત્તેજિત ભીડ હોય કે પુષ્પવર્ષા, પોતાનું સંતુલન નથી ગુમાવતા. તેઓ હંમેશા ધીર-ગંભીર તથા શાંત રહે છે. આવા હતા સ્વામી દયાનંદ.

પ્રશ્ર્નમંચ - ૨૫૧


૧. ડૉ. આંબેડકરજીના પિતાનું નામ શું હતું ?
૨. કયું જીવડું પ્રકાશ રેલાવે છે ?
૩. સ્પર્શની સંવેદના અનુભવતી વનસ્પતિ કઈ છે ?
૪. ‘ધ જંગલ બુક’નું મુખ્ય માત્ર કયું છે ?
૫. ‘ધ જંગલ બુક’ના લેખક કોણ છે ?
૬. વિશ્ર્વવિખ્યાત ‘અંગકોરવાર મંદિર’ ક્યાં આવેલું છે ?
૭. ઈં.ઙ.ક. નું આખું નામ શું છે.
૮. ઝ-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કયો દેશ વિજેતા બન્યો છે ?
૯. સિંહસ્થ કુંભમેળો કયા શહેરમાં યોજાયો છે ?
૧૦. ગુજરાત ભા.જ.પ.ના નવા પ્રમુખ કોણ નિમાયા છે ?