શિવ આધ્યાત્મ સત્સંગ ભવનનું લોકાર્પણ
SadhanaWeekly.com       | ૩૦-સપ્ટેમ્બર-૨૦૧૬


સ્વામી ચિદાનંદ જન્મ શતાબ્દી મહોત્સવનાં ભાગરૂ‚પે નવનિર્મિત
સન્યાસી-સાધુને વૃક્ષ અને જળની જેમ જ પરમાર્થી ગણવામાં આવે છે. જેમ વૃક્ષ કદી પોતાની છાયા પોતાની માટે વાપરતા નથી. તેના ફળો સદા પરજીવ માટે હોય છે. નદી જેમ પોતાનું પાણી પોતાના માટે વાપરતી નથી. તેમજ સન્યાસી પણ સમગ્ર જીવન પરહિતમાં સમર્પિત કરી દે છે. સન્યાસીનું સ્વરૂ‚પ જ પરમાર્થી છે. માટે જ આ ધરતી પર કોઈ સાધુ દેખાય છે. ત્યારે મને ઈશ્ર્વરના સંકલ્પના દર્શન થયા હોવાનો ભાવ થાય છે. સન્યાસીના રૂ‚પમાં સ્વયં પરમાત્મા ધરતી પર વિચરતા હોય છે. સન્યાસીએ નગરના ‚પમાં સાક્ષાત નારાયણ હોય છે તે નરના ‚રૂપમાં હરિ હોય છે. આ શબ્દરૂ‚પી પ્રસાદ વચનો છે. જૂના પીઠાધીશ્ર્વર આચાર્ય મહામંડલેશ્ર્વર શ્રીમંત સ્વામી અવધેશાનંદ ગીરિજી મહારાજના તા. ૨૪ નવેમ્બરના રોજ કર્ણાવતી (અમદાવાદ)ના સેટેલાઈટ સ્થિત શિવાનંદ આશ્રમના પરિસરમાં સ્વામીચિંદાનંદ જન્મ શતાબ્દી મહોત્સવની ભાગ‚પે નવા બંધાયેલ શિવ આધ્યાત્મ સત્સંગભવનના લોકાર્પણ પ્રસંગે શ્રોતાજનોને આર્શિવચન આપી રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે આ ધરતી પર આતંકવાદ ઉપરાંત જળવાદ અને પદાર્થવાદ પણ વકર્યો છે. એક તરફ સ્વાર્થ છે. તો બીજા તરફ પરમાર્થ છે. બીજાને દુ:ખી રાખી આપણે ક્યારેય સુખી રહી શકીએ નહીં. ત્યારે સનાતન ધર્મની લાક્ષણિકતા જ પરહિત, પરસમ્માનની છે. કોઈના મનને ક્યારેય દુ:ખ ન પહોંચાડવાની વાત સનાતન ધર્મ શીખવે છે. સનાતન ધર્મ આપણને શીખવે છે કે, જે વર્તન તમને યોગ્ય નથી લાગતું તે અથ સાથે ક્યારેય ન કરવું આજે જે હિંસાનું વાતાવરણ ફેલાયેલું છે. તેનું મૂળ કારણ સ્વાર્થ છે. શાંતિ જોઈતી હશે તો સર્વે સ્વાર્થ ત્યજવો પડશે. વસ્તુને આપણે પ્રસાદ માની લેવાની છે. જો આમ થશે તો તેનો અભાવ રહેશે નહીં. કારણ કે પ્રસાદનો મતલબમાં જ અન્ય સાથે વહેંચવાની ભાવના જોડાયેલી છે.
આ પ્રસંગે હિન્દુ આચાર્યસભાના પ્રમુખ સ્વામી પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે, ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, ત્યારે ત્યારે હું ખુદ અવતાર ધરીને આવું છું. જ્યારે રાવણ પેદા થાય છે, જ્યારે હિરણ્ય કશ્યપ પેદા થાય છે ત્યારે ધર્મની સ્થાપના માટે ભગવાનને અવતાર ધરવાની જરૂ‚ર પડે છે. હાલ કલિયુગનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે. એટલે કે અધર્મનું પ્રથમ ચરણ છે ત્યારે ભગવાન પોતાની વિભૂતિનો અંશ જે ભગવાનને સમર્પિત હોય એવા સન્યાસીઓમાં છોડી દે છે. એટલે કે ઈશ્ર્વર પોતાના અંશ રૂ‚પે શિવાનંદસ્વામી અને સ્વામી ચિદાનંદ જેવા સંન્યાસીઓને પૃથ્વી પર મોકલે છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીજીએ જણાવ્યું હતું કે સ્વામી શ્રી ચિદાનંદજીએ ભારતીય મનીષાને દેશ-વિદેશમાં પહોંચાડી છે માટે તે આપણી સૌના માટે પૂજનીય છે. ભારતીય મનીષા એ આપણી મૂલ્યવાન સંવદા અને આ મનીષાનું સાધુ રૂ‚પ એટલે ધર્મ ભગવાન શ્રીકૃષ્ણ એ પણ પોતાનું મિશન ધર્મની સ્થાપનાનું ગણાવ્યું છે. તે પછી તે ખુદ અવતાર ધારણ કરી કહે છે કે, પછી તેમના અંશ જેવા સન્યાસીઓ દ્વારા સનાતન ધર્મ આપણને શીખવે છે કે જગતમાં કોઈ જ પારકુ નથી. સૌમા પરમતત્વનો વાસ છે. આ જ એકત્વ આપણી સનાતન પરંપરાનું ચિંતનનું મુખ્ય અંગ છે. હાલ જ્યારે સમગ્ર વિશ્ર્વ હિંસા અને વિભાજન તરફ વધી રહ્યું છે. ત્યારે આપણા આ જ સનાતન ચિંતનની વિશ્ર્વને જ‚રૂર છે અને એ ચિંતનને સન્યાસીઓ સામાન્ય લોકોની ભાષામાં જન-જન સુધી પહોંચાડી રહ્યા છે. પશ્ર્ચિમ ભલે પૈસાની બાબતે આપણાથી ખમીર હોય પરંતુ ધર્મની બાબતે આપણે સૌથી અમીર છીએ. ધર્મ આપણને સ્વાર્થમાંથી બહાર નીકળ્યા. પરમાર્થી બનાવવાનું શીખવે છે. તુલસીદાસજીએ પણ પરહિત સમો કોઈ ધર્મ નથી. એમ કહ્યું છે નરસિંહ મહેતા એ પણ પરમાર્થ એ પરત ધર્મ ગણાવ્યો છે માટે સેવા પરહિત થકી આપણે ધર્મનું આચરણ કરી સ્વામી શિવાનંદજી અને સ્વામીચિદાનંદજી જેવા આધ્યાત્મિક સંતો આપણને આ જ શીખવી પરમાર્થી બનાવવાનું કાર્ય કર્યુું છે. શિવાનંદ આશ્રમમાં જે કાઈપણ કાર્ય થઈ રહ્યું છે. તે વાસ્તવમાં ધર્મનું જ કાર્ય થઈ રહ્યું છે.
આ પ્રસંગે શિવાનંદ આશ્રમ અમદાવાદના શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજે પોતાના આશિષ વચનોમાં જણાવ્યું હતું કે, એક વર્ષથી સ્વામીચિદાનંદ જન્મ શતાબ્દી સમારોહ ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન યુવાઓ માટે વિવિધ સ્પર્ધા દૈનિક ભાષ્ય પારાયણ યોજાયા હતા. તેઓએ જણાવ્યું હતું કે સ્વામીચિદાનંદજી વિનમ્રતાની મૂર્તિ હતી. તેમનું સમગ્ર જીવન નિષ્કામ સેવાથી પૂર્ણ હતું. ત્યારે તેમના પથ પર એક ટકો પણ પાણી શકીએ તો આપણું જીવન ધન્ય બની જાય સ્વામી શ્રી માનતા હતા કે, આપણું જીવન આપણા માટે નથી માટે તેઓ પોતાનું જીવન સમાજ માટે કઈ રીતે ઉપયોગી બની શકે તેનું સતત ચિંતન કરતા અને એ જ પ્રમાણે કામ કરતા હતો. ત્યારે તેમની જન્મશતાબ્દીના આ સમારોહ સમાજ માટે જીવવાની પ્રતિજ્ઞા કરો, જીવનને ચિદાનંદમય બનાવો. સ્વામીજી શું કરતા હતા. તેનું આચરણ કરવાથી આપણું જીવન ચિદાનંદ મય બની શકે છે. આ પ્રસંગે શિવાનંદ આશ્રમના અરુણભાઈ ઓઝાએ સંસ્થાના પ્રકલ્પો અંગે માહિતી આપી હતી. તો સમારોહમાં નિર્માણ પીઠાધીશ્ર્વર આચાર્ય મહામંડલેશ્ર્વર શ્રીમંતી સ્વામી, વિશોકાનંદ ભારતીજી મહારાજ, હિન્દુ આચાર્ય સભાના પ્રમુખ શ્રી સ્વામી પરમાત્માનંદજી મહારાજ સહિત અનેક નામી અનામી સંત ગણ અને ભક્તિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.