આ રહ્યું રામાયણનું પાતાળ લોક
SadhanaWeekly.com       | ૧૨-જાન્યુઆરી-૨૦૧૭


 

રામાયણને કપોળ કલ્પિત અને મિથક કહેનારા લોકોને પોતાના શબ્દો પાછા લેવા પડે એવો ઘાટ થયો છે કારણ કે, અમેરિકાના વૈજ્ઞાનિકોએ એ સ્થળને શોધી કાઢવાનો દાવો કર્યો છે. જેનો ઉલ્લેખ રામાયણમાં પાતાળ લોક તરીકે થયો છે. રામાયણની કથા મુજબ હનુમાનજીએ અહીં થી જ ભગવાન શ્રીરામ અને લક્ષ્મમને પાતાળપુરીના રાજા અહિરાવણની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા.

આ સ્થળ અમેરિકન મહાદ્વીપના પૂર્વોત્તર હોડુરાસના જંગલોની નીચે સ્થિત છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ લાઈડર ટેક્‌નોલોજીની મદદથી આ સ્થળનો ૩ડી નકશો તૈયાર કર્યો છે. જેમાં જમીનની ઉંડે ગદા જેવું હથિયાર સાથે વિશાળ વાનર દેવતાની પ્રતિમા છે.

સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સાઈસના નિર્દેશક અને વૈદિક વિજ્ઞાન કેન્દ્રના પ્રભારી ભરતરાજ સિંહ જણાવે છે કે, પ્રથમ વિશ્ર્વયુદ્ધ બાદ એક અમેરિકી પાઈલોટે હોડુરાસના જંગલોમાં કઈક વિશેષ અવશેષો જોયા હતા. અમેરિકન પત્રિકા “ડેલી ટાઈમ્સ ગેજેટ’  મુજબ આ આ શહેર અંગે સૌપ્રથમ જાણકારી અમેરિકન સંશોધનકાર થિયોડોર મોર્ડે 1940માં આપી હતી. ત્યાર બાદ એક અમેરિકન પત્રિકામાં તે પ્રાચીન શહેરમાં વાનર દેવતાની પૂજા થતી હોવાની વાત લખી હતી, પરંતુ તે જગ્યાના નામનો ખુલાશો કરવામાં આવ્યો ન હતો. બાદમાં રહસ્યમય રીતે થિયોડરનું મૃત્યું થયું અને એ રહસ્ય પર પરદો પડી ગયો.

આ ઘટનાને લગભગ 70 વર્ષ બાદ અમેરિકાની હ્યુસ્ટન યુનિવર્સિટી અને નેશનલ સેન્ટર ફોર એયરબોર્ન મૈપિંગનાં વૈજ્ઞાનિકોએ હોડુરાશનાં ઘનઘોર જંગલોમાં મસ્કીટિયા નામના સ્થળે લાઈડર ટેક્‌નોલોજીથી જમીનની નીચે ૩ડી મેપિંગ (નકશો) બનાવ્યો છે. જેમાં આ પ્રાચીન શહેર હોવાની ખબર પડી છે. તેમાં જંગલની ઉપરથી વિમાન દ્વારા અરબો લેઝર તરંગો જમીન પર ફેંકવામાં આવી ત્યારબાદ આ ૩ડી ડિઝિટલ નકશો તૈયાર થયો છે. આ નકશામાં જમીનમાં ઊંડે ઊંડે માનવનિર્મિત વસ્તુઓ દેખાઈ રહી છે. જેમાં હાથમાં ગદાધારી વાનર ઢીંચણ પર (જેમ આપણા હનુમાનજી બેસે છે) બેઠેલા દેખાય છે.

હોડુરાઈસનાં જંગલના ખોદકામ પર પ્રતિબંધ હોવાને કારણે આ સ્થળની વાસ્તવિક સ્થિતિ બહાર લાવવી મુશ્કેલ છે. હોડુરાઈસ સરકારે આ ઘટનાની પૂરી જાણકારી મેળવવાના આદેશ કર્યા છે. અમેરિકન ઇતિહાસકારો પણ માને છે કે, પૂર્વોત્તર અમેરિકાના હોડુરાઈસના જંગલો વચ્ચે મસ્કીટીયા નામનું સ્થળ આવેલું છે. ત્યા હજારો વર્ષ પહેલાં ગુપ્તનગર સિયૂદાદ બ્લાંકાનું વજૂદ હતું. જ્યાં લોકો વિશાળકાય વાનરની પૂજા કરતા હતા. પ્રો. ભરતરાજ સિંહ મુજબ બંગાળી રામાયણમાં પાતાળ લોકની અંતર 1000 યોજન બતાવવામાં આવી છે જે લગભગ 12,800 કી.મિ. જેટલું થાય છે.